હિન્દ ન્યૂઝ, દિયોદર
બનાસકાંઠા જિલ્લા ના વિવિધ તાલુકા માં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિયોદર શહેર ને પણ આજ થી શુક્ર ,શનિ, રવિ ત્રણ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવતા આજે પ્રથમ દિવસે વહેલી સવાર થી વેપારીઓ એ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેમાં નગરજનો પણ કામ વગર ઘર ની બહાર નીકળ્યા ના હતા, દિયોદર ગ્રામ પંચાયત ના આ નિર્ણય ને દિયોદર નગરજનો એ સમર્થન આપ્યું હતું જેમાં માત્ર મેડિકલ સેવા ઉપલબ્ધ રહી હતી. જેમાં આજે દિયોદર લોકડાઉન ના લીધે કરફ્યુ જેવા દ્રષ્યો જોવા મળી આવ્યા હતા. દિયોદર ગ્રામ પંચાયત ટીમ દ્વારા પણ સંપૂર્ણ લોક ડાઉન નું પાલન કરાવવા ખડેપગે રહ્યા હતા.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર