હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ ને સારવાર મળી રહે તે માટે દિયોદર લોક ભાગીદાર થી રેફરેલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ ની મદદ લઇ કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક દર્દીઓ કોરોના ગંભીર બીમારી ની સારવાર લઈ રહ્યા છે. ઓક્સિજન સાથે બાયપેપ ઓક્સિજન મશીન ની જરૂરિયાત થતા દિયોદર ડોકટર એસોસિએશન આગળ આવ્યું હતું અને પરિસ્થિતિ ને ધ્યાને લઇ સ્વખર્ચે દિયોદર કોવિડ 19 કેર સેન્ટર ખાતે બાયપેપ ઓક્સિજન મશીન આપી ડોકટર એસોસિએશન એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મશીન થી ઓક્સિજન લેવલ ઘણું ઓછું હોય તેમાં કામ કરે છે .આ મશીન પ્રેસર સાથે દર્દીઓ ના ફેફસા માં ઓક્સિજન પૂરો પાડે છે.
જેના કારણે આવી પરિસ્થિતિ માં દર્દીઓ ને સમયસર ઓક્સિજન મળી રહે છે. જે મશીન ની સેવા દિયોદર કોવિડ 19 કેર સેન્ટર માં મળી છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ ડોકટર એસોસિએશન નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર