ગુજરાત રાજ્ય ના કુલ-18 જિલ્લાઓમાં મોકડ્રીલ થશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં તા. 7 મેના રોજ યોજાનાર સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ જિલ્લાઓના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી.

રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચિમ (ભુજ, નલિયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર-સોમનાથ અને મોરબી સહિત કુલ-18 જિલ્લાઓમાં મોકડ્રીલ થશે.

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને અનુરોધ કર્યો કે, આ મોકડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.

Related posts

Leave a Comment