હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મહાનગરપાલિકાકક્ષા ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાયો હતો. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરવામાં આવ્યા હતા.
ભારત સરકાર આયુષ મંત્રાલયના સૂચના વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત હર ઘર ધ્યાન કાર્યક્રમ રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત અને સહયોગી સંસ્થા પતંજલિ યોગ પરિવાર દ્વારા યોગ સેવક દિલીપભાઈ સોલંકી આર્ટ ઓફ લિવિંગના અમિતભાઈ મહાનગરપાલિકા કોર્ડીનેટર રિદ્ધિબેન માંડલિયા તથા હેતલબેન પટેલ, રેખાબેન, રીટાબેન વોરા દ્વારા ખૂબ મોટી સંખ્યામાં યોગ સાધકોને યોગા અભ્યાસ અને ધ્યાન કરાવવામાં આવ્યું.