હિન્દ ન્યૂઝ, મોડાસા જુદા જુદા વિષયની ચર્ચા માજી સરપંચ અને સરપંચો સાથે સંવાદ કરતાં હિમાંશુ પટેલ પાસે જાણકારી મેળવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે યોજનાઓ બનાવી છે. તેનો વાસ્તવિક ગામડા અને લાભાર્થી સાથે કેટલો અમલ થાય છે અને બનાવેલી યોજનામાં શું ખામીઓ છે. તેનો અભ્યાસ માટે કેન્દ્ર સરકાર અને રાજયના સચિવ કક્ષાના ૩૦ જેટલાં અધિકારીઓ આજે પુંસરી ગામની મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં સરપંચો સાથે સંવાદ કરતાં અને રોડ મોડલ આદર્શ સરપંચ હિમાંશુ પટેલ સાથે મુલાકાત કરી હતી…
Read MoreDay: January 21, 2021
અમરેલી જિલ્લા ખાતે ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ નો કાર્યાલયનું ઉદઘાટન
હિન્દ ન્યૂઝ, બગસરા આજરોજ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બગેશ્વર મંદિર પાસે આવેલ મારુતિ સ્કેર માં ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ અમરેલી જિલ્લાની કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન માં જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ઉનાવા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉદઘાટન નિમિત્તે બગસરા શહેર પ્રમુખ, જિલ્લા કન્વીનર અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા
Read Moreદિયોદર રામ મંદિર ના નિર્માણ માટે અનેક સંગઠનો જોડાયા
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા ના દિયોદર ખાતે શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતગ્રત દિયોદર ની અનેક સેવાક્રિય સંગઠન ,યુવા સંગઠન તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ભારત વિકાસ પરિષદ, લાયન્સ કલબ, રાવણા રાજપૂત યુવા સંગઠન તેમજ વહેપારી એસોસિએશન દ્વારા આવો સહુ સાથે મળી ને રામ મંદિર નું નિર્માણ કરીએ ના શૂર સાથે 15 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી સુધી એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રામ મંદિર ના નિર્માણ માટે ઘરે ઘરે જઈ ફાળો એકઠો કરવામાં આવી રહો છે જો…
Read Moreરૈયા રોડ પર રાષ્ટ્રીય પક્ષી મોર ઇજા ગ્રસ્ત હાલત માં મળતા સારવાર અપાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના રૈયા માર્ગ પર શ્વાન ના ટોળા એ એક રાષ્ટ્રીય પક્ષી મોર ને ઘાયલ કર્યો હોવાનું સેવાભાવી યુવાન રમેશભાઈ ભાટી ને ફોન દ્વારા જાણવા મળતા તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી જઇ શ્વાન ના ટોળા એ ઇજા ગ્રસ્ત કરેલ મોર ને તાત્કાલિક ધોરણે પક્ષી સારવાર કેન્દ્ર પર લઈ જઈ સારવાર કરાવી હતી અને સારવાર બાદ આ રાષ્ટ્રીય પક્ષી મોર ને દિયોદર પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જેમાં ધ્રુવ રાવલ,રાહુલ જોષી, મહિપાલ ચૌધરી વગેરે સેવાભાવી લોકો પણ જોડાયા હતા અને સેવા…
Read Moreદિયોદરમાં નવી બજારના રહેણાક મકાનમાં સોર્ટસર્કિટ થી આગ લાગતા ઘરવખરી બળીને ખાખ
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લામાં આગના અનેક બનાવો બની ચુક્યા છે. જેવા કે અગાઉ ઘણી ગૌશાળા ઓમાં પણ આગ લાગી અને લાખો રૂપિયા નો ઘાસચારો બળી ખાખ થયો હતો. એકાદ વર્ષ પહેલાં દિયોદર માં આવેલો હેપી મોલ પણ આગની ઝપેટમાં આવી જતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું, ત્યારે આજે દિયોદર મેઈન બજારના રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક સૉર્ટ સર્કિટ થતા ઘરવખરી બળી ને ખાખ થઈ ગઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવી બજારના મોચીવાસ માં રહેતા અને ઇલેક્ટ્રોનિક ની દુકાન ચલાવતા ઉપનામ ધરવતા બચ્ચન ના રહેણાંક મકાનમાં ટ્યુબલાઇટ…
Read Moreધારી માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી નું લાઇવ પ્રસારણ નિહાળતા ધારાસભ્ય જે.વી. કાકડિયા
હિન્દ ન્યૂઝ, ધારી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી નું લાઇવ પ્રસારણ નિહાળતા ધારાસભ્ય જે.વી. કાકડિયા એ ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેશોદ ખાતેથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ ૧૦ લાખ કુટુંબોને કુટુંબના 50 લાખ લાભાર્થીઓને સમાવેશ કરી હોય જે અન્વયે સામૂહિક અભિવાદન કાર્યક્રમ લાઈવ પ્રસારણ થયું હોય. જેમાં રાજ્યમાં 101 તાલુકામાં પસાર કરવા માટે વિવિધ કે સેન્ટરોમાં વ્યવસ્થા ગોઠવી હોય તે અન્વયે ધારી માર્કેટિંગ…
Read More“ડભોઇ શહેર-તાલુકાના ગરીબો, શ્રમિકો તેમજ વૃદ્ધોને એ.પી.એમ.સી મેદાન ખાતે રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ”
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ એ.પી.એમ.સી મેદાન ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા 2013 ની જોગવાઈ હેઠળ 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓ તથા રાજ્યના 101 તાલુકાઓનો સામૂહિક કાર્યક્રમનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો. જેમાં ડભોઇ ખાતે ડભોઇના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા(સોટ્ટા) ,મદદનીશ કલેકટર શિવાની ગોયલ, મામલતદાર પૂજા શાહના વરદ હસ્તે ડભોઇ શહેર-તાલુકા ના ગરીબ પરિવારજનોને રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું .”રાજ્યનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી સંપૂર્ણ જવાબદારી સાથે ભાજપ સરકારે પ્રયત્નો…
Read Moreઆણંદ વિધાનસભા ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા ખોખરપુરા વિસ્તાર મા પાણી ની ટાંકીનું ખાત મુહૂર્ત
હિન્દ ન્યૂઝ, નડિયાદ આજે આણંદ વિધાનસભા ના વાસખીલીયા ગામે ખોખરપુરા વિસ્તારમાં વીસ હજાર લીટર પાણી ની ટાંકી નું ખાતમુહર્ત ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચ રણજીતસિંહ સોઢા ગ્રામ પંચાયત સભ્ય રમેશભાઈ ઠાકોર, પુર્વ સભ્ય ચીમનભાઈ વાધેલા, દિનેશભાઈ વાધેલા, શંકરભાઈ વાઘેલા, ગગજીભાઈ ભરવાડ, રામાભાઈ ભરવાડ, યોગીનભાઈ પટેલ તથા પુર્વ સભ્ય ઢોલાભાઈ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાણી ની ટાંકી મંજૂર થતાં ધરે ધરે નળ થી પાણી સ્થાનિક રહીશો ને મળશે. જેથી સ્થાનિક રહીશો માં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી…
Read Moreમોરીયાણામાં ગતરાત્રીના રોટવિલર પાળેલ શ્વાનને દીપડો ખેંચી મારણ કર્યું
હિન્દ ન્યૂઝ, નેત્રંગ તા.૨૦-૧-૨૦૨૧ નેત્રંગ ખાતે મોરીયાણામાં ગતરાત્રીના રોટવિલર પાળેલ કુતરીને દીપડો ખેંચી મારણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનું આગમન થયું છે. માનવવસ્તી અને પશુઓ ઉપર જીવલેણ હુમલા સહિતની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પશુપાલકોના ઢોર ઢાખર અને પાલતુ પ્રાણીઓનું મારણ દીપડા કરી રહ્યા છે. જેમાં નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોરીયાણા ગામના ખેડૂતના ખેતરમાં રાત્રીના અંધકારના સમયે પાળેલ રોટવીલર શ્વાન ઉપર હુંમલો કરી ગળામાંથી દબોચી ખેંચી લઈ શિકાર કર્યો હતો. આ બાબતે નેત્રંગ વનવિભાગના…
Read Moreસુઇગામ તાલુકા ના ઉચોસણ ગામે પીવાના પાણીની લાઇન લીકેજ થતા વેડફાઈ રહ્યુ છે પાણી
હિન્દ ન્યૂઝ, ભાભર સરહદી એવા અંતરિયાળ વિસ્તાર એવા સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે ગ્રામ પંચાયત ના ટાંકા ની લાઇન લીકેજ થતાં રાત્રી ના સમયે પીવાનું પાણી વેડફાઈ રહ્યુ છે. આ પાણી છેલ્લા ત્રણ મહિનાથી વેડફાઈ રહ્યુ છે. જેમાં ઉચોસણ ગ્રામ પંચાયત ની બેદરકારી જોવા મળી હતી. આ પાઇપ લાઇન નુ સત્વરે રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો હજુ પણ વધારે પીવા નુ પાણી વેડફાઈ જવા ની શક્યતાઓ જોવા મળી હતી. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર
Read More