“ડભોઇ શહેર-તાલુકાના ગરીબો, શ્રમિકો તેમજ વૃદ્ધોને એ.પી.એમ.સી મેદાન ખાતે રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ”

હિન્દ ન્યૂઝ, ડભોઇ

 

           ડભોઇ એ.પી.એમ.સી મેદાન ખાતે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા 2013 ની જોગવાઈ હેઠળ 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓ તથા રાજ્યના 101 તાલુકાઓનો સામૂહિક કાર્યક્રમનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો. જેમાં ડભોઇ ખાતે ડભોઇના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા(સોટ્ટા) ,મદદનીશ કલેકટર શિવાની ગોયલ, મામલતદાર પૂજા શાહના વરદ હસ્તે ડભોઇ શહેર-તાલુકા ના ગરીબ પરિવારજનોને રેશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું .”રાજ્યનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે તેવી સંપૂર્ણ જવાબદારી સાથે ભાજપ સરકારે પ્રયત્નો કર્યા છે.” આ યોજનામાં ડભોઇ શહેર તાલુકાના શ્રમિકો ,વૃધ્ધ પેન્શન મેળવતા તેમજ વિધવા સહાય મેળવતા દરેક વર્ગનો સમાવેશ થાય છે. દરેક લાભાર્થીઓને સસ્તા અનાજની દુકાનમાંથી પૂરતા પ્રમાણમાં અનાજ મળે છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. અને લાભાર્થીને પૂરતા પ્રમાણમાં અનાજ ન મળતું હોય તો પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો જતો કરવો જોઈએ નહીં અને જો તેને અન્ય થતો હોય તો તેની ફરિયાદ મામલતદાર અથવા તો દભૉવતી ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ને કરવી જેથી તેમને પૂરતા પ્રમાણમાં ન્યાય મળી શકે. આ પ્રસંગે વાઘોડિયાના મામલતદાર આર.આર.ભાભોર તેમજ ડભોઇ શહેર -તાલુકાના ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.

રિપોર્ટર : હુસેન મન્સૂરી ડભોઈ

Related posts

Leave a Comment