તા.૧૧ મી ફેબ્રુઆરીએ બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “નેશનલ લોક અદાલત” યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ ક્લાકથી “રાષ્ટ્રીય લોક અદાલત” નું આયોજન કરવામાં આવનાર છે.

આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપત્ર ફોજદારી કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ચેક રિટર્નના કેસો, ટ્રાફીક ચલણને લગતા ઇ-મેમોના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મહેસૂલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ (ચોરી સિવાય) ના કેસો, ભાડાને લગતા કેસો, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક મનાઈ હુકમ, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજની નેશનલ લોક અદાલતમાં મુકેલ હોય તેવા પક્ષકારોએ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા ન્યાયાલય, બોટાદ ખાતે તથા તાબાની તમામ કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે.

 

Related posts

Leave a Comment