જસદણમાં દિશા સૂચક બોર્ડની તૂટેલ ફાટેલ હાલત, સ્પેલિંગમાં અનેક ભૂલો

હિન્દ ન્યુઝ, જસદણ

        તાજેતરમાં બનેલા જસદણ-આટકોટ ફોરલેન રોડમાં જેતે કોન્ટ્રાકટર દ્વારા લગાવવામાં આવેલા સાઈનબોર્ડમાં વિવિધ ક્ષતિઓ જોવા મળતા વાહનચાલકો ખોટી દિશામાં ધકેલાઈ રહ્યા છે આ બોર્ડ વાહનચાલકો માટે મુકવામાં આવ્યા હોવાથી કોઈ અજાણ્યા વાહનચાલકો આ સાઈનબોર્ડને જોઈને પોતાની દિશા નક્કી કરી શકતા હોય છે પરંતુ તંત્રની બેદરકારીના લીધે મોટાભાગના વાહનચાલકો ક્ષતિવાળા સાઈનબોર્ડના લીધે દિશા ભટકી રહ્યા છે વધુમાં જસદણથી આટકોટ વચ્ચેના માત્ર ૫ કી.મી.ના અંતરમાં ૪ જેટલા સાઈનબોર્ડ તો સાવ તૂટેલી હાલતમાં જ જોવા મળી રહ્યા છે. જ્યારે ૪ જેટલા મુખ્ય સાઈનબોર્ડમાં મસમોટી ક્ષતિઓ જોવા મળી રહી છે અને અમુક સાઈનબોર્ડ તો વૃક્ષોના છાંયડે આરામ ફરમાવી રહ્યા છે વધુ શરમજનક બાબત એ ગણી શકાય કે, જસદણ નજીક એક સાઈનબોર્ડમાં તો બગોદરા ૧૪૩ કી.મી.ના બદલે માત્ર ૪૩ કી.મી. જ લખેલું નજરે દેખાઈ રહ્યું છે જેના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે.

નવાઈની વાત તો એ છે કે આ જસદણ-આટકોટ ફોરલેન રોડ પરથી નિયમિત સરકારી અધિકારી પણ પસાર થાય છે. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે જસદણ- આટકોટ ફોરલેન રોડમાં લગાવેલા સાઈનબોર્ડની ક્ષતિઓ સુધારી તૂટેલા બોર્ડને ફરી મઢવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે. જ્યારે વીછીયા ગામના અંગ્રેજીમાં સ્પેલીંગોમાં પણ ભુલ જણાય છે.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ (જસદણ)

Related posts

Leave a Comment