હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ તા.૦૫, ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ની વેકસીનેશ અંગે આરોગ્ય વિભાગ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સીવીલ હોસ્પિટલ અને તાલાળા હોસ્પિટલ પર કોરોના વેકસીનેશન ડ્રાયરન યોજાયું. જેમાં ૩૦ જેટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. કોરોના વેકસીનની કામગીરી સુપેરે થાય તે આ ડ્રાયરન માટેનો હેતું છે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરીયર્સ હેલ્થ વર્કર સહિત તમામ આરોગ્યક્ષેત્રના ૬૧૭૧ લોકોને વેકસીન અપાશે. ૫૦ વર્ષથી વધુ ઉંમર ૨,૫૩,૧૫૫ લોકો ૫૦ વર્ષથી નીચેના કોમરલીડ ૫૦૪૩ લોકો જે ગંભીર બિમારીવાળાને વેકસીન આપવામાં આવશે. વેકસીન માટે આવતા દરેક લાભાર્થીને પ્રવેશ આપતા પહેલા હાથ સેનેટાઇઝ કરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, વેકસીનનો ડોઝ…
Read MoreDay: January 5, 2021
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે નામદાર મ્યુનિસીપલ કોર્ટનો ચુકાદો
અનસેફ જાહેર થયેલ ખાદ્યીચીજના નમૂનાના જવાબદારને દંડ સાથે કુલ બે માસની કેદની સજા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે એજ્યુડીકેટીંગ ઓથોરીટીનો હુકમ: સબસ્ટાન્ડર્ડ / મીસબ્રાન્ડેડ જાહેર નાપાસ થયેલ ફૂડ સેમ્પલના જવાબદારોને કુલ રૂા.2,90,000/- નો દંડ હિન્દ ન્યૂઝ, રાજકોટ તારીખ: ૦૫-૦૧-૨૦૨૧, નામદાર કોર્ટ દ્વારા આપેલ દંડ તથા સજા ફરમાવતા ચુકાદાની વિગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 હેઠળ રાજકોટ મહાનગરપાલિકા ના ફૂડ…
Read Moreએ.એસ.આઇ પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ના રિમાન્ડ પુરા થતા એ.સી.બી.એ આરોપી ને નામદાર અદાલત માં રજુ કરી વધુ તપાસ હાથ ધરેલ છે
હિન્દ ન્યૂઝ, ખેડા અમદાવાદ આર.આર.સેલ ના લાંચિયા એ.એસ.આઇ પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ના રિમાન્ડ પુરા થતા એ.સી.બી.એ આરોપી ને નામદાર અદાલત માં રજુ કરી વધુ તપાસ માટે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી. જે નામદાર અદાલતે ગ્રાહ રાખી આરોપી પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલનાઓના તા. ૦૮.૦૧.૨૦૨૧ (૩ દિવસ) ના ફર્ધર રિમાન્ડ મંજુર કર્યા છે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા
Read More‘નવા વર્ષ માં માનવીય મૂલ્યો ને અપનાવતા સારા વ્યવહાર નો સંકલ્પ લઈએ’ નિરંકારી સદગુરુ માતાજી નો નવા વર્ષ માટે નો સંદેશ
હિન્દ ન્યૂઝ, દાહોદ, નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજે નવા વર્ષ ના ઉપલક્ષ્યમાં આયોજીત વર્ચ્યુઅલ સત્સંગ માં સંબોધિત કરતા કહ્યું કે નવા વર્ષમાં નિરંકાર પ્રભુ ને મન માં વસાવી માનવીય મૂલ્યો ને અપનાવી દરેકે પોતાનો જીવનને સુધાર કરી સંસાર માટે વરદાન બને. દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી જણાવ્યું કે વર્ચ્યુઅલ સત્સંગ નો લાભ સંત નિરંકારી મિશન ની વેબસાઈટ ના માધ્યમ થી પુરા વિશ્વ માં લાખો નિરંકારી ભક્તો ની સાથે દાહોદ ના સેંકડો શ્રધ્ધાળુઓએ ઓનલાઈન સત્સંગ નો લાભ લીધો. સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ કહ્યું કે ગયા વર્ષે…
Read Moreઆણંદ ટાઉન ના પોલીસ સ્ટેશન ના જીટોડીયા રોડ ઉપર થયેલ મર્ડર ના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડીપાડી ગુનાનો ભેદ ઉકેલતી આણંદ ટાઉન પોલીસ (સર્વેલેન્સ સ્કોડ)
હિન્દ ન્યૂઝ, આણંદ તા.૩/૧/૨૧ ના રોજ મરણજનાર પ્રકાશભાઈ અરવિંદભાઈ વસાવા રહે. બોરસદ ચોકડી જીટોડીયા રોડ સેન્ટ્રલ વેર હાઉસની સામે એકતાનગર તા. જી. આણંદ નાનો તથા બીજા અન્ય ઈસમો તા.૩/૧/૨૧ ના રોજ રાત્રી ના સાડા નવેક વાગ્યાના સુમારે તાપણી કરતા હતા, તે દરમ્યાન તાપણી કરવા માટે કચરું લાવવા બાબતે અંદરોઅંદર સામાન્ય બોલાચાલી તથા ઝગડો થયેલ અને તે વખતે આ મરણજનાર ને ગળું દબાવી માર મારતા મરણ ગયેલ અને આરોપીઓ ગુનો કર્યા…
Read More90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત સરકાર ના કૃષિમંત્રી ને વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લા ના ખેડૂતો ને 2019 નો પાક વિમાની રકમ વહેલીતકે મળે તેવી સરકારમાં ધારદાર રજૂઆત કરેલ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત રાજય ના કૃષિ મંત્રી આર.સી.ફળદુ ને ધારદાર રજૂઆત કરતાં જણાવેલ કે વર્ષ 2019 માં ખરીફપાકો જેવા કે મગફળી, કપાસ વગેરે જેવા પાકો ને વીમા યોજના દ્વારા પાકવીમો ચૂકવાયેલ નથી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ની સંખ્યા 3410 અને વેરાવળ તાલુકાનાં 1010 છે. તેઓની હાલત બગડી ગયેલ હોય પોતાના પરીવાર નું ગુજરાન ચલાવવા માટે નાણાકીય મુશ્કેલી નો સામનો…
Read Moreધારી વાલ્મીકી સમાજ મા ભાજપ દ્વારા પેજ કમીટી કામગીરી
હિન્દ ન્યૂઝ, ધારી ધારી-1 મા ચાલતી ભાજપ બુથપેજ કમીટી બનાવવા માટે ધારી વાલ્મીકી વાસ ખાતે બજરંગ ગ્રુપ પ્રમુખ અને ભાજપ અગ્રણી પરેશભાઈ પટણી, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, કોળી સમાજ અગ્રણી રમેશભાઈ બી મકવાણા, વાલ્મીકી સમાજ ના મગનભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા, ગોપાલભાઈ સોલંકી, વિશાલ સોલંકી વગેરે આ કામગીરી કરી રહ્યા છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreડભોઇ નગરપાલિકા ની ડોલ વિતરણ સ્કીમ હેઠળ વેરાશાખા ની આવક માં વધારો
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ નગરપાલિકા માં વેરા શાખા ની આવક છેલ્લા 20 દિવસ માં બમણી થતા નગરપાલિકા માં બાકી પડતા વેરા ભરવા કતારો લાગેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસ થી નગરપાલિકા એ 14 માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી વડાપ્રધાન મોદીજી ના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભીનો કચરો અને સૂકો કચરો નાખવા માટે ડોલ વિતરણ નો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં જે વ્યક્તિ પોતાના ઘરનો વેરો ભરે તેને એક વેરા પાવતી દીઠ બે ડોલ આપવા નું નગરપાલિકા એ નક્કી કર્યું હતું. જે અંતર્ગત છેલ્લા 20 દિવસ માં…
Read Moreઈલ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઇ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજરોજ ડભોઇ વકીલના બંગલા પાસે વસીમભાઈ સૈયદના ઘરે ઈલ્મા ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાનો દ્વારા શિબિરનું યોજવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ જે ભણવામાં હોશિયાર છે પરંતુ પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ આગળ ભણી શકતા નથી. તેવા કુટુંબના વિદ્યાર્થીઓને આગળ ભણાવવા- પ્રોત્સાહિત કરવાના હેતુથી આ શિબિર યોજવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે તેઓમાં રહેલી ટેલેન્ટાને બહાર લાવવા માટે આ ટ્રસ્ટના આયોજકોએ જાહેર કર્યું કે જે વિદ્યાર્થી ધોરણ 10માં 70 ટકા કે તેથી વધુ ટકા લાવે…
Read Moreલાખણી તાલુકા માં વહેલી સવાર થી જ ધુમ્મસ ની સફેદ ચાદર પથરાઈ
હિન્દ ન્યૂઝ, લાખણી લાખણી તાલુકા માં વાતાવરણ માં આજરોજ વહેલિ સવારે ધુમ્મસ ના કારણે રવિ પાક માં નુકસાન ની ભીતિ જોવા મળેલ છે. સવાર ના બાર વાગ્યાસુધી તડકાનુ આગમન ન થતા સમગ્ર વાતાવરણ ધુધળુ બન્યુ હતુ. સવાર થી ધુમ્મસ નું પ્રમાણ વધારે જોવા મળતા વાહન ચાલકો ને વાહન ચાલવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો તેમજ ખેડુતો ને રવિ પાકોમાં ચૂંસિયા નામનું જીવાત આવવાની સાથે પાકમાં નુકશાન થવાથી ખેડુત ભારે ભયભીત થયા હોવાનું જાણવા મળ્યું. રિપોર્ટર : ભરત ચૌહાણ, લાખણી
Read More