ડભોઇ નગરપાલિકા ની ડોલ વિતરણ સ્કીમ હેઠળ વેરાશાખા ની આવક માં વધારો

હિન્દ ન્યૂઝ, ડભોઇ

ડભોઇ નગરપાલિકા માં વેરા શાખા ની આવક છેલ્લા 20 દિવસ માં બમણી થતા નગરપાલિકા માં બાકી પડતા વેરા ભરવા કતારો લાગેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસ થી નગરપાલિકા એ 14 માં નાણાપંચ ની ગ્રાન્ટ માંથી વડાપ્રધાન મોદીજી ના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભીનો કચરો અને સૂકો કચરો નાખવા માટે ડોલ વિતરણ નો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં જે વ્યક્તિ પોતાના ઘરનો વેરો ભરે તેને એક વેરા પાવતી દીઠ બે ડોલ આપવા નું નગરપાલિકા એ નક્કી કર્યું હતું. જે અંતર્ગત છેલ્લા 20 દિવસ માં લોકો માં વેરો ભરવા ધસારો જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ આંકળાંકીય માહિતી પ્રમાણે તારીખ 14.12.2020 થી 03.01.21 સુધી માં પાછલાં 8,30,004 સાથે ચાલુ 43,95,747 રૂપિયા મળી કુલ ટોટલ 52,25,751 ની આવક થતા નગરપાલિકા કર્મચારીઓ એ સરાહનીય કામગીરી કરી હતી. છેલ્લા ઘણા દિવસ થી ડભોઇ ની પ્રજા વેરો ભરવા આવતા ધસારો વધતા નગરપાલિકા વેરાશાખા ના કર્મચારીઓ મહેશભાઈ વસાવા, કલ્પેશભાઈ શાહ, સંદીપ દરજી(સેન્ડી), એ સરાહનીય કામગીરી કરી ડભોઇ નગર ના વેરા ભરવા આવતી પ્રજા ને આયોજન પૂર્વક ડોલ વિતરણ કરી નગરપાલિકા ની આવક વધારી હતી.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment