ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ અન્‍વયે નામદાર મ્‍યુનિસીપલ કોર્ટનો ચુકાદો

અનસેફ જાહેર થયેલ ખાદ્યીચીજના નમૂનાના જવાબદારને દંડ સાથે કુલ બે માસની કેદની સજા

ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ અન્‍વયે એજ્યુડીકેટીંગ ઓથોરીટીનો હુકમ:

સબસ્‍ટાન્‍ડર્ડ / મીસબ્રાન્‍ડેડ જાહેર નાપાસ થયેલ ફૂડ સેમ્‍પલના જવાબદારોને કુલ રૂા.2,90,000/- નો દંડ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

                                                           તારીખ: ૦૫-૦૧-૨૦૨૧, નામદાર કોર્ટ દ્વારા આપેલ દંડ તથા સજા ફરમાવતા ચુકાદાની વિગત 

  • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 હેઠળ રાજકોટ મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર એ તા.૧૭-૦૫-ર૦૧૪ ના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી વિસ્તારમાં આવેલ “ભવ્ય ફરસાણ” નામની પેઢીમાંથી લીધેલ “ગાયનું શુદ્ધ ઘી” ના નમૂનાનુ પૃથક્કરણ ફૂડ એન્‍ડ ડ્રગ લેબોરેટરી, વડોદરા ખાતે કરાવતા તેમાં નોન-પરમિટેડ અખાદ્ય કલર ડાઈ ની ભેળસેળ મળી આવેલ, આથી ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “અનસેફ” તેમજ “સબસ્‍ટાન્‍ડર્ડ” જાહેર કરવામાં આવેલ. આથી પૃથ્‍થકરણ રીપોર્ટના આધારે વડી કચેરી ગાંધીનગર ની મંજૂરીથી નામદાર મ્‍યુનિસિપલ કોર્ટ, રાજકોટ સમક્ષ ફોજદારી કેસ દાખલ કરવામા આવેલ. સદરહુ કોર્ટ કેસ ચાલી જતાં તમામ પુરાવાઓ અને પક્ષકારોની જુબાની વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ નામદાર જ્યુડી. મેજિસ્ટ્રેટ (ફર્સ્‍ટ ક્લાસ) સાહેબ દ્વારા આપેલ ચુકાદાથી જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને દુકાન માલિક અર્જુન ચેતનદાસ ધનવાણી ને આ કાયદા હેઠળ તકસીરવાન ઠરાવી રૂ.1000/- નો દંડ તેમજ જુદી-જુદી કલમો હેઠળ કુલ બે માસ ની કેદ ની સજા ફરમાવેલ છે.

 

એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત

  • રાજકોટ શહેરના પરાબજાર વિસ્તારમાં આવેલ “કેપ્ટન એન્‍ટરપ્રાઇઝ” માંથી લીધેલ, આનંદ એન્‍ડ કું., દિલ્‍હી દ્વારા ઉત્‍પાદીત ખાદ્યપદાર્થ: મીરા બ્રાન્‍ડ સીલ્‍વર લીવ્‍ઝ (ચાંદીનો વરખ) પર fssai લોગો ન હોવાના કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “મીસબ્રાન્‍ડેડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના માલિક નયનકુમાર પરસોતમભાઇ જાવીયા તથા ઉત્‍પાદક પેઢીના માલિક વર્ષા તેજપાલ આનંદ સહિતના જવાબદારોને કુલ મળી રૂ.75,000/- નો દંડ ફરમાવેલ છે.

 

  • રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ “યશ એન્‍ટરપ્રાઇઝ” માંથી લીધેલ, બાલાજી ઓઇલ ઇન્‍ઙ, મોટા મવા, રાજકોટ દ્વારા ઉત્‍પાદીત ખાદ્યપદાર્થ: ‘ઝીલમીલ’ બ્રાન્‍ડ મગફળીનુ શુધ્‍ધ સીંગતેલના ૧૫ કિલો પેક્ડ ટીન પર fssai લોગો ન હોવાના કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “મીસબ્રાન્‍ડેડ” જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના માલિક આકાશ રાજેન્‍દ્રભાઇ માંડવીયા તથા ઉત્‍પાદક પેઢીના માલિક જયેશભાઇ ગોકળભાઇ ભૂત સહિતના જવાબદારોને કુલ મળી રૂ.75,000/- નો દંડ ફરમાવેલ છે.

 

  • રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર દેવપરા વિસ્તારમાં આવેલ “એકોર્ડ હાઇપર માર્ટ (ભગવાન ડેવલોપર્સ)” માંથી લીધેલ, સવત્‍તા ફૂડ પ્રોડક્ટ્સ, નાની દમણ દ્વારા ઉત્‍પાદીત ખાદ્યપદાર્થ: ‘શ્રીકાન્‍ત’ બ્રાન્‍ડ પ્રીમીયમ ગાયનુ ઘી (પેક્ડ) માં અન્‍ય વેજીટેબલ ફેટની ભેળસેળ હોવાના કારણે “સબસ્‍ટાન્‍ડર્ડ”, તેમજ પેકીંગ પર બેસ્‍ટ-બીફોર/યુઝ-બાય ડેઇટ ન છાપેલ હોવાથી ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો “મીસબ્રાન્‍ડેડ ફૂડ” પણ જાહેર કરવામાં આવેલ. નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના નોમીની સતિષભાઇ હંસરાજભાઇ ગજેરાને તથા પેઢીને, તેમજ સપ્લાયર, સુપર સ્‍ટોકીસ્‍ટ, માર્કેટર પેઢીને, તથા ઉત્‍પાદક પેઢીના માલિક દિલીપભાઇ સવજીભાઇ વાડોદરીયા સહિતના જવાબદારોને કુલ મળી રૂ.1,40,000/- નો દંડ ફરમાવેલ છે.

Related posts

Leave a Comment