90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત સરકાર ના કૃષિમંત્રી ને વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લા ના ખેડૂતો ને 2019 નો પાક વિમાની રકમ વહેલીતકે મળે તેવી સરકારમાં ધારદાર રજૂઆત કરેલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

                                      90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત રાજય ના કૃષિ મંત્રી આર.સી.ફળદુ ને ધારદાર રજૂઆત કરતાં જણાવેલ કે વર્ષ 2019 માં ખરીફપાકો જેવા કે મગફળી, કપાસ વગેરે જેવા પાકો ને વીમા યોજના દ્વારા પાકવીમો ચૂકવાયેલ નથી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ની સંખ્યા 3410 અને વેરાવળ તાલુકાનાં 1010 છે. તેઓની હાલત બગડી ગયેલ હોય પોતાના પરીવાર નું ગુજરાન ચલાવવા માટે નાણાકીય મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે ખેડૂતો ને આત્મહત્યા કરવા જેવુ પગલું ભરવું પડે છે અને હાલમાં જ કોવીડ -19 ની મહામારી ને કારણે ખેડૂતો નું જીવન પણ ખુબજ મુશ્કેલીમય બની ગયેલ હોય અને હાલમાં આપણાં દેશમાં ખેડૂતો દ્વારા સરકાર ની નીતિ અને કાળા કાયદા ની વિરુધ્ધ માં આંદોલન ચાલતું હોય જેથી ખેડૂત ભાઈઓ ને પાકવીમાની રકમ સરકાર દ્વારા વીમા કંપની ને પાક વીમાની રકમ ચૂકવેલ ન હોય જેથી વીમા કંપની ખેડૂતોને પાક વીમા ની રકમ ચૂકવી સકેલ નથી અને પ્રધાન મંત્રી ફસલ યોજના ની મળેલ બેઠક તા. 16-01-2020 ની મળેલ જેમાં તમામ સભ્યો એ સ્થાનિક આપતી માટે તા.31-01-2020 અને પોસ્ટ હાડવેસ્ટ ડેમેજ માટે તા. 31-03-2020 પહેલા સમયસર પાકવીમાની રકમ વીમા કંપની મારફતે ખેડૂતોને ચૂકવી આપવા કરાવેલ છે. પરંતુ સરકારની નીતિ અને કાળા કાયદા ને લઈ ને આજે લગભગ 6 માસ કરતાં વધારે સમય વીતી ગયેલ હોય જેથી તાત્કાલિક ના ધોરણે સરકારે પાક વીમાની રકમ વીમા કંપની દ્વારા ગીર સોમનાથ જિલ્લા તથા વેરાવળ તાલુકાનાં અને ગુજરાત ભરના તમામ ખેડૂતોને વહેલાસર ચૂકવી આપવામાં આવે તેવી સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ ગુજરાત રાજય ના કૃષિમંત્રી આર.સી.ફળદુ ને રજૂઆત કરવામાં આવેલ છે તેવું એક અખબાર યાદી માં જણાવેલ છે.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment