વિવિધ પ્રોજેક્ટની કામગીરીની રૂબરૂ સમીક્ષા કરાતા મ્યુનિ. કમિશનર ઉદિતા અગ્રવાલ, સ્થળ વિઝીટ કરી

સાયકલના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટ પણ તુર્તમાં લોન્ચ કરવાની તૈયારી હિન્દ ન્યૂઝ, રાજકોટ            તા. ૧૩-૦૧-૨૦૨૧, ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આ માસમાં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આજે તા. ૧૩-૦૧-૨૦૨૧ ના રોજ વહેલી સવારે રૈયા રોડ આમ્રપાલી અન્ડરબ્રીજ સહિતના વિવિધ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે સ્થળ વિઝીટ કરી હતી.…

Read More

 જેતપુર પાવી ગામે જાહેર પે એન યુઝ મોડેલ સૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જેતપુર ડીડીઓ મિહીરભાઈ પટેલ અને સરપંચશ્રી મોન્ટુ શાહના હસ્તે થયું લોકાર્પણ આજરોજ જેતપુર પાવી મુખ્યમથકે તાલુકાની તથા આવતા અનેક મુસાફરો અને જાહેરજનતા માટે પે એન યુસ જાહેર સૌચાલયનું જીલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ તથા સરપંચ મોન્ટુભાઈ શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઝની અને સ્વાભાંડોળની ગ્રાન્ટ માંથી 5 લાખ રૂપિયાની માતબર રકમથી જેતપુર ગામના નેશનલ હાઇવે રોડની બાજુમાં તદ્દન જરૂરિયાત વાળી જગ્યા પર 500 કરતા વધુ જગ્યામાં સૌચાલય બનાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ના અભિગમ અનુસાર એક મોડેલ જાહેર સૌચાલયનું નિર્માણ કરી આજ પ્રકારની…

Read More

ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં ફિલ્મીઢબે ગુમ થયેલ રહીશનો મૃતદેહ કેનાલ પાસેથી મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા તે રહસ્ય અકબંધ

હિન્દ ન્યૂઝ, ખેડા                                   ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાના હુસેની સોસાયટીમાં રહેતા બાંડી ઈલયાસભાઈ હાજી અહેમદ ભાઈ ગઇ કાલથી ગુમ થઈ ગયા હતા. જેઓ ઘરેથી વેગનઆર ગાડી નંબર જીજે૦૧ એચ એલ ૭૦૭૨ વાળી ગાડી લઈને નીકળ્યા હતા. જે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેમના પુત્ર દ્વારા આ બાબતની જાણવા જોગ ફરીયાદ સેવાલીયા પોલીસ મથકે તા.૧૨-૦૧-૨૦૨૧ રોજ દાખલ કરવામાં આવી હતી.                        …

Read More

ઇણાજ ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાશે ઇણાજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં આયોજન માટે બેઠક યોજાઇ હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ                           તા. -૧૩, ૭૨માં પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરીની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની ઉજવણી ઇણાજ, જિલ્લા સેવા સદન ખાતેના મેદાનમાં કરવામાં આવશે. પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવશે. આ પ્રસંગે જુદા જુદા વિભાગો દ્વારા ટેબલો પ્રદર્શીત કરવામાં આવશે તેમજ આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલીકાના કર્મચારીઓ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં…

Read More

શ્રી સંજયભાઈ એન ત્રિવેદી ને વિશેષ યુવા પ્રતિભા અને શ્રેષ્ઠ સી.આર.સી.કો-ઓર્ડીનેટર નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, થરાદ                            સ્વામી વિવેકાનંદ જન્મ દિન અને રાષ્ટ્રીય યુવા દિવસે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડ દ્વારા યુવા પરિસંવાદમાં થરાદ (મૂળ વતન ભોરલ) ના શિક્ષક સંજયભાઇ એન ત્રિવેદી નું સન્માન બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને ડેપ્યુટી કલેક્ટર વી.સી.બોડાણા તેમજ મહાનુભાવોના હસ્તે કરાયું. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી ના ડિરેક્ટર તેમજ ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતના કો.સેક્રેટરી સંજયભાઈ ત્રીવેદીના સન્માન સમારંભમાં થરાદ તાલુકા પ્રમુખ દાનાભાઇ માળી, સંઘના…

Read More

જેતપુર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બાબતે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી લાલઘૂમ, જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાજપના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધવા માંગ

હિન્દ ન્યૂઝ, જેતપુર                                              જેતપુર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવેલ હતી તેમજ બસ સ્ટેન્ડ સામે આવેલ જીમખાના ગ્રાઉન્ડમાં સ્વામી વિવેકાનંદની તસ્વીરને પુષ્પહાર અર્પણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજય કક્ષાનાં કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના ભાઈ તેમજ રાજકોટ નાગરિક બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, વિપુલભાઈ સંચાણીયા સહીત ભાજપના કાર્યકર્તાઓએ સરાજાહેર…

Read More

આજ રોજ ઢસા ગામ ખાતે કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, ઢસા                           ભારત સરકાર ના નેશનલ આયુષ મિશન અનુદાનિત અને નિયામક આયુષ ની કચેરી પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી બોટાદ ના માર્ગદર્શન અન્વયે આયુષ ગ્રામ – ઢસા ગામ પ્રોજેક્ટ અન્વયે ઢસા ગામ ખાતે આજ રોજ તા:-૧૩/૧/૨૦૨૧, ના રોજ આયુર્વેદ/ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને ઉકાળા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. નિદાન સારવાર કૅમ્પ નો કુલ 112 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. ઉકાળા વિતરણ નો લાભ કુલ 523 જેટલા લાભાર્થીઓએ લીધો. કેમ્પ મા સોશિયલ ડિસ્ટન્સ નું…

Read More

કાલાવડ ખાતે 200 મો વિનામૂલ્યે નેત્રનિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ

હિન્દ ન્યૂઝ, કાલાવડ                                              કાલાવડ ખાતે ‘ખોડીયાર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ‘(કાલાવડ) દ્વારા કરવામાં આવતી સામાજિક આરોગ્યની સેવાઓ માં દર મહિને વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાતા હતા. જે કોરોના ની મહામારીના પગલે છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવેલ હતા. હવે ફરી ‘ખોડિયાર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ’ (કાલાવડ) દ્વારા તારીખ 17-01-2021 ને રવિવારના રોજ સવારના ૮ થી ૧૧ સુધી 200મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ ખોડિયાર હોલ ખાતે યોજાશે. જેમાં શિવાનંદ મિશન વીરનગરની…

Read More

લવાણા ગામે જન્મ દિવસ નિમિત્તે ગરમ ધાબળા નું વિતરણ

હિન્દ ન્યૂઝ, દિયોદર વિચરતી વિમુક્ત જાતિ ના ભારત સરકાર ના મેમ્બર મિતલ પટેલ નો આજે જન્મ દિવસ હોવાથી આજે બનાસકાંઠા જિલ્લા ના સંયોજક નારણ રાવળ દ્વારા એક જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં લવાણા ગામે જરૂરિયાત મંદો ને ગરમ ધાબળા નું વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો હતો. જેમાં લવાણા ગ્રામ પંચાયત ના સરપંચ રમાભાઇ પઢીયાર, એડવોકેટ નવલસિંહ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

ધારી જાબગીર ગૌશાળા માટે દાન સ્વીકારાશે

હિન્દ ન્યૂઝ, ધારી મકરસંક્રાંતિના પવિત્ર પર્વ પર ગૌસેવા માટે દાન એ શાસ્ત્રોક્ત રીતે સર્વોત્તમ છે.                 પ્રત્યેકવર્ષ જેમ આ વર્ષે પણ શ્રી પુરુષોત્તમ લાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ ( જાબગીર ) બાબુભાઈ ઢોલા દ્વારા સંચાલિત ગૌશાળા માટે ઘાસચારો અને દાન સ્વીકારવામાં આવશે. સમય :    સવારે ૮ઃ૦૦ થી બપોરે ૧ઃ૦૦ તારીખ   :    ૧૪/૦૧ /૨૦૨૧ મકરસંક્રાંતિ સ્થળ         :    યોગીજીચોક – ધારી રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More