કાલાવડ ખાતે 200 મો વિનામૂલ્યે નેત્રનિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ

હિન્દ ન્યૂઝ, કાલાવડ

                                             કાલાવડ ખાતે ‘ખોડીયાર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ‘(કાલાવડ) દ્વારા કરવામાં આવતી સામાજિક આરોગ્યની સેવાઓ માં દર મહિને વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાતા હતા. જે કોરોના ની મહામારીના પગલે છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવેલ હતા. હવે ફરી ‘ખોડિયાર યુવક ચેરીટેબલ ટ્રસ્ટ’ (કાલાવડ) દ્વારા તારીખ 17-01-2021 ને રવિવારના રોજ સવારના ૮ થી ૧૧ સુધી 200મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ ખોડિયાર હોલ ખાતે યોજાશે. જેમાં શિવાનંદ મિશન વીરનગરની હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવશે.

 

તેમજ હાલની પરિસ્થિતિ ના કારણે બ્લડ ની ખૂબ જરૂરિયાત હોવાથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. જેની સેવા જામનગર વોલેન્ટ્રી બ્લડ બેન્ક’ દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા જરૂરિયાત મંદ દર્દીઓને તેમજ રક્તદાતાઓ એ રક્તદાન કરવા ટ્રસ્ટના પ્રમુખ જી.ટી.પટેલ તેમજ મંત્રી વિનોદભાઈ કપુરીયા અને કેમ્પના દાતા રાજુભાઈ વાદી તરફથી અપીલ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment