ઇણાજ ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાશે

ઇણાજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં આયોજન માટે બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

                          તા. -૧૩, ૭૨માં પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરીની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની ઉજવણી ઇણાજ, જિલ્લા સેવા સદન ખાતેના મેદાનમાં કરવામાં આવશે. પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવશે. આ પ્રસંગે જુદા જુદા વિભાગો દ્વારા ટેબલો પ્રદર્શીત કરવામાં આવશે તેમજ આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલીકાના કર્મચારીઓ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે.

                            ઇણાજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં આયોજન માટે કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાના સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેઓએ જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓને જે-તે વિભાગની કામગીરી અંગે સુચના આપી જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાદાઈથી કરવા નક્કી કરાયું છે. જેથી ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોના વાયરસના સંક્રમણના કારણે સરકારએ નક્કી કરેલ કોવીડ-૧૯ ગાઈડ લાઈન મુજબ ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સ્થળે સાફ-સફાઈ રાખવા, મેડીકલ ટીમ તૈનાત કરવા, વીજ પુરવઠો જળવાય રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ બેઠકમાં અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, પ્રાંત અધિકારી, એસ.એચ.જણકાર, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, પુરવઠા અધિકારી એસ.પી.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, આરોગ્ય વિભાગના ડો.નીમાવત સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment