હિન્દ ન્યૂઝ, થરાદ
સ્વામી વિવેકાનંદ જન્મ દિન અને રાષ્ટ્રીય યુવા દિવસે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડ દ્વારા યુવા પરિસંવાદમાં થરાદ (મૂળ વતન ભોરલ) ના શિક્ષક સંજયભાઇ એન ત્રિવેદી નું સન્માન બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને ડેપ્યુટી કલેક્ટર વી.સી.બોડાણા તેમજ મહાનુભાવોના હસ્તે કરાયું. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી ના ડિરેક્ટર તેમજ ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતના કો.સેક્રેટરી સંજયભાઈ ત્રીવેદીના સન્માન સમારંભમાં થરાદ તાલુકા પ્રમુખ દાનાભાઇ માળી, સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, અધિકારીઓ અને શિક્ષકો વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. શ્રીમાળી બ્રાહ્મણ સમાજના યુવા ચહેરા સંજયભાઈ ના આ સન્માનને લઈ સમગ્ર બ્રાહ્મણ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
