26 મી જાન્યુઆરી 2021 ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ          શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 26 મી જાન્યુઆરી ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં માનનીય કુલપતિ પ્રો.ગોપબંધુ મિશ્રના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ અને પ્રસંગોચિત ઉદ્બોધન આપવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. દશરથ જાદવ,  અધ્યક્ષ ડૉ. લલીત પટેલ,  અધ્યાપકઓ,  સર્વે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાણા હતા.  વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોગ નિદર્શન, ડાન્સ,  વાંસળી વાદન,  દેશભક્તિ ગીત,  દેશભક્તિ સ્પીચ રજૂ કરવામાં આવ્યા હતા.  સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન જીગર ભટ્ટે કર્યું હતું.  આ સમગ્ર કાર્યક્રમના સંયોજક અને સંચાલક તરીકે ડો. જયેશ ડી.…

Read More

દુધેરી પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિનની ભવ્ય ઊજવણી

હિન્દ ન્યુઝ, મહુવા              આજે તા.26/1/2021 ના રોજ મહુવા તાલુકાના દુધેરી પ્રાથમિક શાળા 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં બાહોળી સંખ્યામાં ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુવાનો ભાઈ અને બહેન તેમજ ગામજનો સરપંચ મોહનભાઈ ભાલિયા, સભ્ય ગૌવિદભાઈ શિયાળ, ભુપતભાઈ ચૌહાણ, હેમજીભાઈ ચૌહાણ આચાર્ય મનિષભાઇ ખડદીયા, શિક્ષકો ભાઈ અને બહેન તેમજ એસ.એમ.સી. સમિતિ ના પ્રમુખ છગનભાઈ શિયાળ, ભરતભાઈ જોળિયા, ખોડાભાઇ ભાલિયા , સાન્તુબેન ભાલિયા, મનિષભાઇ જોળિયા, ભાવેશભાઈ શિયાળ તેમજ કિસાન એકતા સમિતિ મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.…

Read More

આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

હિન્દ ન્યૂઝ, આણંદ           આણંદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપ્યા બાદ રાજ્યના પંચાયત અને કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર આપણા શહિદવીરો જેવી કુરબાની આપણે આપી શક્યા નથી, પરંતુ આપણી પાસે એ તક જરૂર છે કે આપણે આપણા દેશને સર્વોચ્ચ પ્રગતિ ઉપર લઇ જવા યોગદાન આપીએ અને એક સારા નાગરિકની ભૂમિકા અદા કરીએ એમ જણાવ્યું. તમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે વિકાસક્ષેત્રે અગ્રેસર છે. તેમાં ગુજરાતના તમામ નાગરિકોનું યોગદાન રહ્યું છે. આઝાદી…

Read More

ધારી માં ૭૨ મા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, ધારી             ધારી ખાતે ૭૨ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિપીજી હાઈસ્કૂલ મા ઉજવણી કરવામાં આવી હતી જેમા અધ્યક્ષ ઝાલા મામલતદાર ધારી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સ્કુલ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી અરૂણભાઈ, ડો જસાણી, ધારી પ્રાંત અધિકારી, ધારી તાલુકા વિકાસ અધિકારી, ધારી સી.પી.આઈ. જેઠવા, પી.એસ.આઇ. વાઘેલા, ધારી સરપંચ જીતુભાઈ જોષી, ધારી યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભુવા, પરેશભાઈ પટણી, મહિલા ભાજપ અગ્રણી કમળાબેન ભુવા, ખોડભાઈ ભુવા, મધુબેન જોષી, હિનાબેન રાવળ, પુનમબેન મકવાણા, પુજય ભિખારામબાપુ ભજનીક અને સાધુસંતો, સરહદ ની રક્ષા કરતા સૈનીકભાઈઓ, ધારી પોલીસ સ્ટાફ ભાઈઓ…

Read More

મદની શાળા સંકુલ મોડાસામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યૂઝ, મોડાસા          મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત એચ.આઈ.ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલ, અમ.આર.ટી.સી.મદની હાઈસ્કૂલ, એસ.એસ.બી મદની પ્રાઈમરી સ્કૂલ, બી.એસ.વી. મદની પ્રિ.પ્રાઈમરી સ્કૂલ, એમ.બી ટાઢા મદની સ્માર્ટ સ્કૂલ તથા મદની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોડાસાના સંયુક્ત ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મદની હાઈસ્કૂલના ક્લાર્ક ઘોરી મહંમદ ઈકબાલ ગુલામરસુલના વરદ હસ્તે ત્રિરંગા લહેરાવવામાં આવ્યો હતો. તેઓએ પોતાના વક્તવ્યમાં ધર્મનિરપેક્ષતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વાત કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ મોહંમદ યુસુફભાઈ આઈ. ટાઢા, સંસ્થાના સેક્રેટરી મોહંમદ સલિમ એન.ખોખર, સંસ્થાના ઉપપ્રમુખ ગુલામ મોહ્યુદ્દીન જી. ખાનજી,…

Read More

અરવલ્લીના મોડાસા ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ વિકાસમાં ગુજરાતીઓનો પ્રચંડ પુરુષાર્થ છે – મંત્રી રમણલાલ પાટકર         અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૨ મો પ્રજસત્તાક પર્વ જિલ્લા પ્રભારી અને વન-આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં મોડાસા ખાતે યોજાયો હતો.             સરકારી ઈજનેરી કોલેજ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી, અરવલ્લી વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી. દેશના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.             મંત્રીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જિલ્લામાં શામળીયાની કૃપા સતત વરસતી રહે છે. જેનાથી ઘણી આપત્તિઓનો…

Read More