હવે મારું રસોડું ધુમાડાથી નહિ ભરાઇ: ઉજ્જવલા યોજનાનાં લાભાર્થી નેહાબેન શેઠ

હિન્દ ન્યુઝ, બોટાદ

ઉજ્જવલા યોજનાનો લાભ લઈ ગેસ કનેક્શન મેળવી ખુશખુશાલ થતાં બોટાદનાં વતની નેહાબેન શેઠ જણાવે છે કે, ગરીબ કલ્યાણ મેળામાં સરકાર તરફથી મને સહાય મળતા હું રાજ્ય સરકારની ખૂબ ખૂબ આભારી છું. આજે ગરીબ કલ્યાણ મેળામાં મને સરકાર દ્વારા ગેસનો ચુલો મળ્યો છે, આ યોજના અંતર્ગત મને ગેસનું કનેક્શન મળતાં હવે મારું રસોડું ધુમાડાથી નહિ ભરાઇ. પહેલાં મારે રસોઇ બનાવતી વખતે ખૂબ તકલીફો સહન કરવી પડતી હતી. પરંતુ હવે મને કોઇ મુશ્કેલી નહિં નડે. મારું કામ સરળ કરવા બદલ આપણાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર. આ યોજના થકી મારા રસોઈને લગતા કામો હવે સરળ થશે. મહત્વનું છે કે, સરકાર દ્વારા લોકકલ્યાણકારી યોજનાઓને કારણે આજે પ્રત્યેક ગામે દરેક ખૂણે વસતો માનવી પોતાની અને પોતાના પરિવારની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકવામાં સક્ષમ બન્યો છે. લોકોપયોગી યોજનાઓનાં સથવારે લોકોનાં જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

 

Related posts

Leave a Comment