રૂ.૧.૫૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કરવામાં આવેલા બારડોલી વિશ્રામગૃહનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

હિન્દ ન્યુઝ, સુરત             રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલી ખાતે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ થયેલા વિશ્રામગૃહનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, બારડોલીમાં વર્ષોથી જૂના વિશ્રામગૃહની બાજુમાં વિસ્તૃતિકરણ કરીને નવું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક સુવિધાઓ સાથે સ્વીટ રૂમ અને વીવીઆઈપી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ.૧ કરોડનો ખર્ચે વિશ્રામગૃહનું બાંધકામ અને રૂ. ૫૦ લાખનો ખર્ચ ફર્નિચર એમ કુલ ૧.૫૦ કરોડના ખર્ચે…

Read More

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા  મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

હિન્દ ન્યુઝ, ભાવનગર             મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે,  જેનો ગુજરાતના…

Read More

ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજમાં તા. 23 જાન્યુઆરીના રોજ ઓશો ચેર સ્થાપિત કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર          સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ભાવનગર આગામી તારીખ 23 જાન્યુઆરી-2025 ના રોજ એક અનોખી અને ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આ શુભ અવસરે આધ્યાત્મિક ગુરુ ઓશોના વિઝન, તેમના સંદેશ, તેમના આદર્શો અને મૂલ્યો પર અભ્યાસ અને સંશોધનમાં શ્રેષ્ઠતા માટે આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઓશો ચેર ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં આવશે અને આ મહાન આધ્યાત્મિક ગુરુને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઓશો ચેરના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના પુણે થી પ્રતિક્ષા અપૂર્વ ખાસ ઉપસ્થિત રહેશે. પ્રતિક્ષાએ જણાવ્યું છે કે, આ ઓશો ચેર દ્વારા…

Read More