એશિયાઈ સિંહ સંરક્ષણમાં વનવિભાગની સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ મોટો ફાળો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર” છે. ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જગ્યા ઉપર પણ સિંહની વસ્તીમાં વધારો દર્શાવતી એક અદભુત વાત બની છે. આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે. અગાઉ જ્યાંથી સિંહ નામશેષ થઈ…

Read More

ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન તા.૧૬ જાન્યુઆરી તથા તા.૧૭ જાન્યુઆરીના રોજ તાલાળા તાલુકાના ગુંદરણ ખાતે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલમાં સવારે ૦૯:૦૦ કલાકે રીપોર્ટ કરવાનું રહેશે. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ ૧૪ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત / ભજન, તબલા, હાર્મોનિયમ સ્પર્ધા…

Read More

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કોંગ્રેસની…

Read More

જંબુસર ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જંબુસર      જંબુસર તાલુકા ના અમનપુર મોટા ગામ પ્રાથમિક મિશ્રા શાળા અમનપુર મોટા પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં આઈ.સી.ડી.એસ. જંબુસર ઘટક 2, સેજો કોરા નાં મુખ્ય સેવિકા કલ્પનાબેન, અલ્પાબેન તેમજ આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યા હતા તેમજ કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનોએ આ મિલેંટ સ્પર્ધામાં ભાગ લીધેલ તેમજ તેમના દ્વારા આઈ.સી.ડીએસ માંથી મળતા ટીએ ચાર માંથી બનતી દરેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી. આ સ્પર્ધામાં ભાગ લીધેલ બહેનોને એક થી ત્રણ નંબરમાં વિજેતા જાહેર કરી ઇનામ પણ આપવામાં આવ્યું. રિપોર્ટર : ઇમ્તિયાઝ દીવાન, ભરૂચ 

Read More

ધ્યેય સાથે ધીરજના પર્યાય ધારાસભ્ય કસવાળાએ વિકાસની કેડી કંડારી

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા       સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં ચૂંટાઈને આવેલ ધારાસભ્ય મહેશ કસવાળાએ 2 વર્ષના ટુંકા ગાળામાં ગ્રામીણ ગામડાઓના માર્ગોને નવીનીકરણ કરવા વિકાસની નવતર કેડી કંડારી છે ને વિકાસના લક્ષ સાથે માત્ર રોડ રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ટો સરકાર માંથી મંજૂર કરાવવામાં ધારાસભ્ય કસવાળા માર્ગ મકાન સ્ટેટ હસ્તકના 3 રોડ પર મંજૂરીની મહોર સરકારની લાગી છે ત્યારે અમરેલી લીલીયા ક્રાંકચ માર્ગ પર જુદા જુદા જગ્યાઓમા રૂ.૪૨૫ લાખના સ્લેબ ડ્રેઈનો બનશે. જ્યારે લીલીયા પાંચતલાવડા રોડમા રૂપિયા 580 લાખનું સ્લેબ ડ્રેઈનનું કામ થશે, પાલીતાણા જેસર સાવરકુંડલા રોડ મેશનરી સ્લેબ ડ્રેઈનના વધારાના…

Read More

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય કલાકાર કથ્થક નૃત્યથી શિવ આરાધના કરશે

હિન્દ ન્યુઝ, સોમનાથ              પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દેશવિદેશના કરોડો ભક્તો મહાદેવને પૂજા અર્ચન અને પ્રાર્થના કરી એમની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે શિવજી તો નટરાજ છે. નૃત્ય કલા અને સંસ્કૃતિના આરાધ્ય દેવ એટલે મહાદેવ. કલાકારો એમની કલાનું પુષ્પ એમના ચરણોમાં અર્પણ કરતા હોય છે. ત્યારે શ્રીમતી સુસ્મિતા બેનર્જી કે જેઓ કથક નૃત્ય કોરિયોગ્રફર છે અને તેમણે UNESCO, ભારતીય સંસ્કૃતિ મંત્રાલય, અને અન્ય ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માધ્યમો પર પોતાના નૃત્યનું પ્રદર્શન કરેલ છે. ત્યારે આજરોજ તા.13/01/2025 ના…

Read More

જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર             રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, યુવાઓમાં રહેલી કલાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને બહાર લાવવા માટે સરકારનું આ આવકારદાયક પગલું છે. જેના પરિણામે અનેક યુવાઓની કલાક્ષેત્રે ઓળખ ઊભી થશે અને તેઓને આગળ આવવાની પણ તક મળશે.શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમત ગમત અને…

Read More

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

હિન્દ ન્યુઝ, જામનગર              દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પીરોટન…

Read More