હિન્દ ન્યુઝ, જામનગર ઊંટો ગ્રામીણ સમુદાયોની આજીવિકાનો અભિન્ન ભાગ છે. આ પ્રાણીઓને ન્યુમોનિયા, પોક્સ, સ્કીન ડીસીઝ, પરોપજીવી ચેપ, પોષણની ઉણપ અને અન્ય ઈજાઓ વગેરે જેવા વિવિધ સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારે આ મુદ્દાઓને હલ કરવા માટે, ગ્રામીણ વિસ્તારોમાં રોગોનું સમયસર નિદાન અને સારવાર પૂરી પાડવા સમર્પિત ઊંટ સારવાર કેમ્પનું દર વર્ષે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગરના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામા આવે છે.જેમાં રસીકરણ (એંટી-સરા) અને કૃમિનાશક દવાઓ (એંટી મેંજ)ના કાર્યક્રમો હાથ ધરી ચેપી રોગોના પ્રસારને રોકવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ…
Read MoreDay: January 9, 2025
આણંદ ખાતે તા.૧૮ મી જાન્યુઆરીના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૮/૦૧/૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા આણંદ, નિવાસી અધિક કલેકટરએ એક યાદીમાં જણાવ્યું છે.
Read Moreઆણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જાન્યુઆરી માસમાં રોજગાર અને એપ્રન્ટીસ ભરતી મેળો યોજાશ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર આણંદ દ્વારા જાન્યુઆરી માસ ૨૦૨૫માં “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળો ઓક્ટોબર માસમાં તારીખ ૧૦ થી ૩૧ જાન્યુઆરીના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે. જે અનુસાર તારીખ ૧૦ જાન્યુઆરીના રોજ પેટલાદમાં તાલુકામાં આર. કે.પરીખ આર્ટસ અને સાયન્સ કોલેજ કેમ્પસ, દંતાલી રોડ ખાતે, તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ મોડેલ કેરિયર સેન્ટર, આણંદ રૂમ નંબર-૩૨૭, ત્રીજો માળ,જુનું સેવા સદન,બોરસદ ચોકડી પાસે,તારીખ ૨૪ જાન્યુઆરીના આણંદની નલિની અરવિંદ એન્ડ…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત આવાસ બાંધકામ માટે સર્વે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા અમલિકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માં વ્યક્તિગત ધોરણે આવાસ બાંધકામ માટે રૂા.૧,૨૦,૦૦૦/- ની સહાય ના નવો સર્વે (વર્ષ ૨૦૨૪-૨૫ થી વર્ષ ૨૦૨૮-૨૯ સુધીનો) હાથ ધરવામાં આવેલ છે. જેની છેલ્લી તા.૩૧-૦૧-૨૦૨૫ છે. જેમા વ્યક્તિ પોતે આ મુજબના ધારાધોરણો ન ધરાવતો હોવો જોઇએ (૧) થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (ર) ખેતી લાયક સાધન થ્રી વ્હિલ / ફોર વ્હિલ વાહન (૩) રૂા. ૫૦,૦૦૦ થી ઉપર કીસાન ક્રેડીટ લીમીટ (૪) ઘરનો કોઇ વ્યક્તિ સરકારી કર્મચારી (૫) ઘરનો કોઇ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ બીન કૃષી ઉદ્યોગો…
Read Moreવન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૧૪ જાન્યુઆરી ના રોજ આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમા હર્ષોલ્લાસથી દર વર્ષે ઉજવીએ છીએ.પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે.આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમુલ્ય છે. તેથી તેમને બચાવવા એ આપણી સૌ ની નૈતિક ફરજ છે.વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વંયસેવકોના સાથ સહકારથી ‘કરુણા અભિયાન-૨૦૨૫’ અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે નીચે મુજબના કેન્દ્રો અને સંપર્કો નક્કી થયેલ છે. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા, આ કરુણા અભિયાનમાં સહભાગી થવા…
Read Moreસમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકો – વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને…
Read Moreભાવનગરના રોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે,જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૨ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. ડિપ્લોમા(ઓટોમોબાઇલ), ૧૦ પાસ, ૧૨પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ એડવાઇઝર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ઓટો મિકેનિક, હેલ્પર, એજન્ટ વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૨ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT…
Read Moreઅમરેલી થી ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભમાં સેવા કાજે એમ્બ્યુલન્સ રવાના
હિન્દ ન્યુઝ, અમરેલી “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” ‘રાષ્ટ્રીય બજરંગદળ’ ઇન્ડિયન હેલ્થલાઈ અમરેલી દ્વારા આજ રોજ ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભમાં સેવા કાજે એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવ્યું હતું. “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” નાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા નાં આદેશ અનુસાર વિવિધ સ્થળો કુંભ મેળો આવના યાત્રીકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવશે. ચા પીવડાવા ની યોજના, નિઃશુલ્ક મેડિકલ સેવા પણ આપવામાં આવશે. મહાકુંભ પ્રયાગરાજ જવા માટે એમ્બ્યુલન્સનું અમરેલી થી પ્રસ્થાન કરવામાં આવ્યું. જેમાં ડૉ. ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ, “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ, વિભાગ અધ્યક્ષ દેસાણી,…
Read Moreવેરાવળ એસ.ટી ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી માસની ઉજવણી
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ એસ.ટી. ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મન્થ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગીર સોમનાથ સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરીના અધિકારીઓ દ્વારા વેરાવળ એસ.ટી. ડેપો ખાતે એક સેમિનાર યોજાયો હતો. જેમાં આર.ટી.ઓના અધિકારીઓ સહિત તજજ્ઞોએ એસ.ટી.ના ડ્રાઈવર કર્મચારીઓને ડ્રાઈવિંગ કરતી વખતે રાખવાની થતી કાળજી તેમજ ટ્રાફિક સિગ્નલ સહિત વિવિધ રોડ-રસ્તાઓની નિશાનીઓ વિશે સમજૂતી આપી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે એસ.ટી.ડેપો મેનેજર દિલીપ શામળાએ ડ્રાઈવિંગ વખતે રાખવી જોઈતી કાળજી અંગે માર્ગદર્શન આપી ટ્રાફિક નિયમોનું ચોક્સાઈથી પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ સહાયક…
Read Moreઆગામી તા.૨૩ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી દ્વારા નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૩ જાન્યુઆરી ૨૦૨પ એટલે કે ચોથા ગુરુવારે સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે યોજાશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળશે. જિલ્લાકક્ષાએ નિકાલ કરવાપાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ જિલ્લો, વેરાવળ-તાલાલા રોડ, ઈણાજ વેરાવળ ખાતે સીધા પણ રજૂ કરી શકશે. નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી અંગ્રેજી માસની તા.૧ થી…
Read More