ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો મોટી ભમરીથી વાડી અને કપાટ ઉદવહન સિંચાઈ પાઈપલાઈન પ્રોજેક્ટના અભ્યાસ મુલાકાતે પધાર્યા

હિન્દ ન્યુઝ, ઝઘડીયા ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના સભ્યો બુધવારે ભરૂચ જિલ્લાની અભ્યાસ મુલાકાતે પધાર્યા હતા. આ સમિતિના સભ્યો બુધવારે નર્મદા જિલ્લાના મોટી ભમરી ખાતે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાએ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી ભરૂચ જિલ્લામાં આવકાર્યા હતા. ૧૫મી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં ૧૧ જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીની સાથે કુલ ૬ સભ્યો પૈકી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા મોટીભમરી ખાતેના લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળાં સમિતિ સાથે જોડાયા હતા. સમગ્ર ટીમના સભ્યોએ કરજણ જળાશય…

Read More

મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષસ્થાને શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો

હિન્દ ન્યુઝ, ભરૂચ શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ”માં રાજ્યનાં કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા પટાંગણમાં આવી પહોંચતા શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્યની સાથે આવકાર કરવામાં આવ્યો હતો. રાજ્યનાં કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષતામાં યોજાયેલ “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ ૨૦૨૪-૨૫” ની ઉજવણીમાં જણાવ્યું હતું કે, ૧૯૫૯ ના સાલમાં શરૂ થયેલી આ શાળા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્વનો ફાળો રહ્યો છે. આ શાળાના માધ્યમ થકી આદિવાસી વિદ્યાર્થીઓ અનેક…

Read More

સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય (વેડરોડ)ના વિદ્યાર્થીઓએ I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી ટ્રાફિક નિયમો, ટ્રાફિક સિગ્નલોને અનુસરવાનો અનોખો સંદેશ આપ્યો

હિન્દ ન્યુઝ, સુરત સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ(વેડ રોડ)ના ૮૫૦ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદભૂત શિસ્ત અને ટીમવર્ક સાથે I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી. શહેર પોલીસના ‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ…

Read More

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર આગમન થતા એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ દરમિયાન જામનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સર્કિટ હાઉસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આજે સર્કિટ હાઉસ જામનગર ખાતે અધિકારીઓ અને ખેડૂત ટ્રેનરો સાથે પ્રાકૃતિક કૃષિ વિષય પર સમીક્ષા બેઠક યોજશે. તેમજ આવતીકાલે સવારે લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે…

Read More

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં યોજાયો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા વાર્ષિકોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યાં હતાં. આ ઉપરાંત ‘સ્ત્રી સશક્તિકરણ’, ‘વિવિધતામાં એકતા’, ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘પર્યાવરણનું રક્ષણ’ જેવી થીમ પર અનેકવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કચ્છી ગરબો, દુહા, છંદ, ચોપાઈની રમઝટ બોલાવવામાં આવી હતી અને લગ્ન ગીત તેમજ રાજસ્થાની…

Read More

ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, વેરાવળ            જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાગરિકલક્ષી કામોની અવિરત વણજાર ચાલુ છે ત્યારે વેરાવળ તાલુકાના ઊંબા ખાતે કલેક્ટરએ રસ્તાના પેવર બ્લોકના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. વેરાવળ તાલુકાના ઉંબા ગામ ખાતે કલેકટરની અનુસૂચિત જાતિ ગ્રાંટમાંથી ઊંબા ગામ ખાતે દિનેશભાઇ આલા ગોહેલના ઘરની બાજુમાંથી પીઠા મંગા વાળાના ઘર સુધી જોડતાના રસ્તા પર તેમજ આંતરીક રસ્તામાં પેવર બ્લોકના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.            કલેક્ટરએ આ અવસરે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં…

Read More

દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

સારા ન્યુઝ, ગીર સોમનાથ મહિલા સશક્તિકરણનો સૌથી અસરકારક રસ્તો મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ અભિગમ છે. સ્વ–સહાય જૂથોમાં મહિલાઓની વધતી ભાગીદારી પણ આર્થિક પરિવર્તન માટેનું એક શક્તિશાળી પ્રેરક બળ પૂરું પાડી રહ્યું છે. મહિલા સશક્તિકરણને વેગ આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લોહાણા મહાજન વંડી ખાતે દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર અને સશક્ત મહિલાઓ થકી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આજે મહિલાઓ તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહી છે ત્યારે મહિલા સશક્તિકરણ થકી સમાજ વધુ સશક્ત અને ઉન્નત બનશે. મહિલાઓ માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ…

Read More

જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત સભાખંડમાં ફર્સ્ટ અને સેકન્ડ કોલ્ડચેઈન હોલ્ડર્સ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સોએ ભાગ લીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ અને સ્ટાફ નર્સને કોલ્ડ ચેઇન હેન્ડલર અને સિકલ સેલ રોગ અંગેની સમજણ આપી પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.એન.બરુઆના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલિમમાં નિયમિત રસીકરણ માટે વેક્સીન, વેક્સીનની જરૂરિયાતો અને તેમની સારસંભાળ માટે…

Read More

રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ કવી. ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૦૧/૦૧/૨૦૨૫ થી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અ ની નકલ. ગામ…

Read More