કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા PMKVY સ્કીમ ચલાવી 120 મહિલાઓ સાથે કરોડોની છેતરપિંડી

હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા સરકારી યોજનાનાં નામે અંદાજે 2.64 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનુ અનુમાન !!! સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા 120 મહિલાઓને PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) અંતર્ગત અલગ અલગ પ્રકારના ક્લાસીસ ચલાવી એક એક મહિલાઓને ક્લાસીસ પૂર્ણ થયા બાદ 22,000/- રૂપિયા સહાય મળશે ની લોભામણી વાતો કરી આચર્યું કરોડોનું કૌભાંડ !! આશરે આઠ મહિના બાદ સ્કૂલ સંચાલક દ્વારા 22,000/- રૂપિયા સહાયના બદલે 4,000/- રૂપિયા જ સહાય મળશે કહેતા મહિલાઓ જોડે સ્કેમ થયાનું મહિલાઓને પ્રતીત થવા પામ્યું !! સ્કૂલ સંચાલકના મળતિયાની…

Read More

ચાવંડી ગામે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ, જામકંડોરણા            જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જામકંડોરણાના મામલતદાર એ ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ કાર્યક્રમ માં મામલતદાર કચેરીના કર્મચારીઓ, તાલુકા પંચાયત કચેરી ના કર્મચારીઓ, ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ, પોલીસસ્ટાફ દ્વારા પરેડ કરી રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી. આ કાર્યક્રમ ચાવંડી ગામના યુવા સરપંચ જ્યોતિષભાઈ રાંક, ઉપસરપંચ પ્રતાપસિંહ પરમાર, તલાટી મંત્રી ચોવટીયાભાઈ, જાડેજા ભાઈ, તાલુકા – જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા શાળા ના આચાર્ય દેવાંગભાઈ જોષી, આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ અને ગ્રામજનો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા…

Read More

આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના આદિવાસી યુવાનોએ સુરતના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત કરી

હિન્દ ન્યુઝ, સુરત  છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના આદિવાસી યુવાનો ગુજરાતના વિકાસ અને સંસ્કૃતિની ઝાંખી કરે, નવી પ્રેરણા મેળવે એવા આશયથી કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના માર્ગદર્શનમાં માય ભારત-સુરત અને નહેરૂ યુવા કેન્દ્ર-સુરત સુરતમાં ૧૬મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં ૨૦૦ આદિવાસી યુવાનો સુરતના મહેમાન બન્યા છે. જેઓને યોગ ગરબા ટ્રેનર ડિમ્પલબેન લોટવાળાએ યોગગરબા શીખવ્યા હતા. કુલદીપસિંહ રાજપૂતે વિવિધ રોજગાર અને કારકિર્દીની તકો, Examshala ના ફાઉન્ડર અને CEO હરેન્દ્રસિંહ તોમરે અભ્યાસ, કારકિર્દી અને રાષ્ટ્ર નિર્માણ અંગે સમજ આપી હતી. મનોરંજન માટે…

Read More

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા “સ્પર્શ” રક્તપિત્ત જન-જાગૃત્તિ અભિયાનનો શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરત  જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન ૩૦ જાન્યુઆરી (રક્તપિત્ત નિર્મુલન દિવસ) નિમિત્તે “સ્પર્શ” રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તથી પીડિત દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેશના કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, રક્તપિત્તથી પીડીત દર્દીને ચામડી…

Read More

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાનો સેમીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત  ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા તથા જેન્ડર રિસોર્ટ સેન્ટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાના એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેમિનારના મુખ્ય વક્તા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરતના સમાજશાસ્ત્ર વિભાગના આસિ.પ્રોફેસર ડો. મૌસમ ત્રિવેદી દ્વારા જેન્ડરની વિભાવના સાથે તેમણે વિવિધ પરિસ્થિતિઓમાં થતી સામાજિક અસમાનતાની વાતો સાથે વિદ્યાર્થીઓને ગાંધીયુગની મહિલાઓની રાષ્ટ્રીય ચળવળમાં ભાગીદારી તેમજ વર્તમાન સ્થિતિમાં મહિલાઓને સ્થાનનો…

Read More

ઓર્ગન ડોનેશન સંશોધન ક્ષેત્રમાં સુરતના સંશોધકોએ પ્રેરક અને જ્ઞાનવર્ધક રિસર્ચ પેપર રજૂ કર્યું

હિન્દ ન્યુઝ, સુરત                 સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત સસ્ટેનેબલ ફ્યુચર્સ: ઇન્ટરડિસિપ્લિનરી પર્સ્પેક્ટિવ્સ ઓન એજ્યુકેશનલ એન્ડ ટેકનોલોજી ૫.૦ (SFIPT) પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિવિધ ક્ષેત્રોના સંશોધનપત્ર રજૂ થયા હતા, જેમાં ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રો. કિરણ દોમડિયાએ એક ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધન પત્ર રજૂ કર્યું હતું, જેને હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થ કેર વિષય પર ઉત્તમ સંશોધનપત્રનું બહુમાન વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડો.વિપુલ શાસ્ત્રી અને રજિસ્ટ્રાર ડો.વિનિલ પારેખના હસ્તે મળ્યું છે. ‘યુવાનોમાં અંગદાનના જ્ઞાન અને ધારણા પર એક વ્યાપક અભ્યાસ’ વિષય પરનું આ સંશોધન…

Read More

ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

હિન્દ યુઝ, ડાંગ ગાતારીખ ૩૦મી જાન્યુઆરી-ગાંધી નિર્વાણ દિનને દેશમાં ‘શહીદ સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની જેમ બરાબર અગિયાર વાગ્યાના ટકોરે, બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જિલ્લા સેવા સદન ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી યુ.વી.પટેલ, મામલતદાર આહવા સહિત મહેસુલી કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું. તો ડાંગ જિલ્લા પંચાયત ખાતે પણ વિવિધ શાખા અધિકારીઓ/પદાધિકારીઓ અને પંચાયતકર્મીઓ, ઉપરાંત સુબિર અને…

Read More

પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ૧૨ ગામોને સંપૂર્ણ સુકન્યા ગામ જાહેર કરાયા, દરેક બાળકીના સુકન્યા સમૃધ્ધિના ખાતા ખોલાયા

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લો તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આવેલી ૩૨૫ પોસ્ટ ઓફીસમાં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે ડાક ચોપાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તા.૧૯ જાન્યુઆરી થી તા. ૨૫ જાન્યુઆરી દરમિયાન ડોર ટુ ડોર કેમ્પેન અને ગામે ગામ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ ઓફીસની વિવિધ યોજનાની જાણકારી જેવી કે, સેવિંગ્સ બેંક, રીકરીંગ ખાતા/મહિલા સન્માન ખાતા/ સુકન્યા સમૃદ્ધી યોજના ખાતા તથા પોસ્ટલ જીવન વીમા વગેરેની માહિતી દરેક વ્યક્તિ સુધી પહોચાડવામાં આવી હતી. આ કેમ્પેન દરમિયાન કુલ ૬૬૮૧ ખાતાઓ ખોલવામાં આવ્યા…

Read More