હિન્દ ન્યુઝ, જામકંડોરણા
જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જામકંડોરણાના મામલતદાર એ ધ્વજવંદન કરી સલામી આપી હતી. આ કાર્યક્રમ માં મામલતદાર કચેરીના કર્મચારીઓ, તાલુકા પંચાયત કચેરી ના કર્મચારીઓ, ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ, પોલીસસ્ટાફ દ્વારા પરેડ કરી રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી.
આ કાર્યક્રમ ચાવંડી ગામના યુવા સરપંચ જ્યોતિષભાઈ રાંક, ઉપસરપંચ પ્રતાપસિંહ પરમાર, તલાટી મંત્રી ચોવટીયાભાઈ, જાડેજા ભાઈ, તાલુકા – જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા શાળા ના આચાર્ય દેવાંગભાઈ જોષી, આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા.
રિપોર્ટર : દિલિપ અકબરી, જામકંડોરણા