મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષસ્થાને શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો

હિન્દ ન્યુઝ, ભરૂચ

શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ”માં રાજ્યનાં કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા પટાંગણમાં આવી પહોંચતા શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્યની સાથે આવકાર કરવામાં આવ્યો હતો.

રાજ્યનાં કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષતામાં યોજાયેલ “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ ૨૦૨૪-૨૫” ની ઉજવણીમાં જણાવ્યું હતું કે, ૧૯૫૯ ના સાલમાં શરૂ થયેલી આ શાળા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્વનો ફાળો રહ્યો છે. આ શાળાના માધ્યમ થકી આદિવાસી વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધીને ભારત દેશના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ૨૦૪૭નું સ્વપ્ન સાકાર અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં એક મહત્વ નિર્ણય છે તે શિક્ષણક્ષેત્રે નવી નીતિ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. મંત્રીશ્રી ડીંડોરે વધુમાં ઉમેર્યું કે, આજનો યુવાન આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે વિદ્યાર્થીઓ તમામ પ્રકારનું શિક્ષણ મેળવે અને પોતાના ગામ, સમાજ અને દેશનું નામ રોશન કરે. નવી શિક્ષણ નીતિના મૂલ્યો જેવા કે, પરિશ્રમ, સમર્પણ, ટેકનોલોજી ઉપયોગ કરી નવું સંશોધન, નવા વિચારો, સેવાનો ભાવ, વિવિધતામાં એકતા જેવા મુલ્યો અપનાવી દેશને આગળ વધારવા તત્પર રહેવુ જોઈએ. વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સુવિચારોના વાંચીને જીવનમાં આગળ વધવાનો સંદેશ પણ આપ્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે અનેક યોજનાનો અમલમાં મુકવામાં આવી છે. જેના થકી આદિવાસી વિદ્યાર્થીઓ આગળ વધીને અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યાં છે. શિક્ષણને લગતી વ્યવસ્થા, ફ્રિ શીપ કાર્ડ, રહેવાની વ્યવસ્થા, નમો સરસ્વતી યોજના સહિતની અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો સૌએ લાભ લેવો જોઈએ. ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય સ્કૂલમાં ભણ્યા હતા જેની યાદગાર ક્ષણોને યાદ કરી જીવનમાં મેળવેલ સિદ્ધિઓ અંગે સૌની સમક્ષ રજૂ કરી વિદ્યાર્થીઓએ જીવનમાં આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. આ વેળાએ માજી ધારાસભ્ય અને શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કે.મંડળ પ્રમુખ પી.ડી.વસાવાએ શાળાનો ટૂંકો ઇતિહાસ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક ઉદ્બોધન આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનઓનું શ્રીફળ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રીના હસ્તે શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજપીપલા શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલયના આચાર્ય યોગેશકુમાર એમ. વસાવાએ ઉપસ્થિત સૌનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ૨૨ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સહિત ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, ગાંધીનગર એકલવ્ય મોડેલ સ્કૂલના ડાયરેકટર અર્જુનભાઈ ચૌધરી, નાયબ કલેકટર પ્રોટોકોલ એન. એફ. વસાવા, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા, નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  નિશાંત દવે, ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કે.મંડળના મંત્રી રાજસિંહ ડી. મહિડા, રાજપીપળા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ એસ. જી. માંગરોલા, સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ સહિત વાલી મિત્રો, શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ નિહાળી હતી.

Related posts

Leave a Comment