અમરેલી થી ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભમાં સેવા કાજે એમ્બ્યુલન્સ રવાના

હિન્દ ન્યુઝ, અમરેલી 

       “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” ‘રાષ્ટ્રીય બજરંગદળ’ ઇન્ડિયન હેલ્થલાઈ અમરેલી દ્વારા આજ રોજ ઉત્તર પ્રદેશ પ્રયાગ રાજ મહાકુંભમાં સેવા કાજે એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવ્યું હતું. “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” નાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા નાં આદેશ અનુસાર વિવિધ સ્થળો કુંભ મેળો આવના યાત્રીકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવશે. ચા પીવડાવા ની યોજના, નિઃશુલ્ક મેડિકલ સેવા પણ આપવામાં આવશે.

       મહાકુંભ પ્રયાગરાજ જવા માટે એમ્બ્યુલન્સનું અમરેલી થી પ્રસ્થાન કરવામાં આવ્યું. જેમાં ડૉ. ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ, “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ, વિભાગ અધ્યક્ષ દેસાણી, રાષ્ટ્રીય છાત્ર પરીષદ મંત્રી મજબુતભાઈ બસીયા, અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ જીલુભાઈ વાળા, રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા પ્રમુખ બામટા, જામનગર વિભાગ સંગઠન મંત્રી ઉપેન્દ્ર ત્રિવેદી, શહેર અધ્યક્ષ સંજયભાઈ પોપટ, રાષ્ટ્રીય બજરંગદળ બાલમુકુન્દ ભાઈ, રાષ્ટ્રીય બજરંગદળ શહેર પ્રમુખ મહેશભાઈ સોલંકી તેમજ વિપારી મંડળ ટીમ દ્વારા ‘જય શ્રી રામ’ નાં જયઘોષ સાથે સ્વાગત કરી રવાના કરવામાં આવેલ.

Related posts

Leave a Comment