હિન્દ ન્યુઝ, સુરત
રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલી ખાતે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ થયેલા વિશ્રામગૃહનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, બારડોલીમાં વર્ષોથી જૂના વિશ્રામગૃહની બાજુમાં વિસ્તૃતિકરણ કરીને નવું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક સુવિધાઓ સાથે સ્વીટ રૂમ અને વીવીઆઈપી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.
રૂ.૧ કરોડનો ખર્ચે વિશ્રામગૃહનું બાંધકામ અને રૂ. ૫૦ લાખનો ખર્ચ ફર્નિચર એમ કુલ ૧.૫૦ કરોડના ખર્ચે વિશ્રામગૃહ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી બહારથી આવતા પદાધિકારીઓ, અધિકારીઓને લાભ થશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જમનાબેન રાઠોડ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રીમતી જીગ્નાબેન પરમાર, મામતલતદાર દિનેશભાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર ભુપેશ ચૌધરી, નગરપાલિકાના કોર્પોરેટરઓ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.