ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, કિશોરભાઈ ગુરુમુખાણી, મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સદસ્ય પરેશભાઈ ચૌહાણ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ડૉ.પ્રકાશભાઈ રાઠોડ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર આઇ.એસ.ટાંક તથા પી.આઇ. કે.એસ.પટેલ, સમાજ કલ્યાણ અધિકારી દીપકભાઈ તથા મીનાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment