હિન્દ ન્યુઝ, કાલાવડ
અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે ડૉ. સીમાબેન પટેલ સંચાલિત ‘હિન્દ રક્ષક સંધ’ દ્વારા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો.
કાલાવડ સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬:૦૦ વાગ્યે થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી અખંડ રામધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ૧૨ કલાક સુધી સતત ચાલતા અખંડ રામધૂન કાર્યક્રમ માં આમંત્રણને માન આપી ભાજપનાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયા, ભાજપ પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી ડો.વિનુભાઈ ભંડેરી, ભાજપ જામનગર જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઇ મુંગરા, ભાજપ જામનગર જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, ભાજપ જામનગર જિલ્લા મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ – ૭૬ વિધાનસભાનાં ભાજપનાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, સૌરાષ્ટ્રના છોટે સરદાર નાં હુલામણા નામથી જાણીતા કાલાવડ ભાજપ તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ ભાજપ શહેર પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, કાલાવડ ભાજપ શહેર પૂર્વ પ્રમુખ શ્રી હસુભાઈ વોરા, કાલાવડ તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ મારવિયા, શ્રી કિશોરભાઈ નિમાવત, જામનગર જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા સેલનાં સદસ્ય શ્રી ભાવેશભાઈ વિરડીયા તેમજ ભાજપના અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો, અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ઉમિયા ધામ મંદિર – સિદસર સમિતિ કાલાવડ તાલુકા મહિલા પ્રમુખ શ્રીમતી લતાબેન ચિકાણી, RSS કાર્યકર તરુણભાઈ ચૌહાણ, શ્રી રાકેશભાઈ લીંબાણી, શ્રી કમલેશ ગમઢા, શ્રી અનીલભાઈ વ્યાસ, કાલાવડ શહેર ભાજપ મહિલા મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન વ્યાસ, રસરંજન આઈસ્ક્રીમ વાળા શ્રી દિલીપભાઈ પટેલ, એડવોકેટ શ્રી જે.બી.લશ્કરી, લોક સાહિત્યકાર શ્રી મુકેશભાઈ બારોટ, શ્રી જયેશભાઈ ખખ્ખર, પુજારીશ્રી જીકા બાપુ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અખંડ રામધૂન કાર્યક્રમમાં નિલકંઠ સત્સંગ મંડળ, રામજી મંડળ અને રામેશ્વર મંડળ ની બહેનો દ્વારા અખંડ રામધૂન તેમજ “જય શ્રી રામ” નાં નાદ સાથે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર નું પટાંગણ રામમય બની ઉઠયું હતું તેમજ સાંજે મહા આરતી કરવામાં આવી હતી. આરતી બાદ સૌ રામ ભક્તો એ સાથે મળી મહા પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.
આ અખંડ રામધૂન કાર્યક્રમમાં શ્રી હિતેશભાઈ ગોંવિદિયા (રાજકોટ), શ્રી મુકેશભાઈ મહેતા (કાલાવડ), શ્રી હિતેશભાઈ રાઘવરામ શુક્લા (રાજકોટ), શ્રી અનિલભાઈ વ્યાસ (કાલાવડ), શ્રી મુકેશભાઈ સભાયા (શ્રદ્ધા પાવભાજી – કાલાવડ) મહાપ્રસાદીના દાતા બન્યા હતા.
‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક ડૉ.સીમાબેન પટેલ દ્વારા આયોજીત અખંડ રામધૂન કાર્યક્રમ માં પધારેલ ભાજપ અગ્રણીઓ તમામ મહાનુભાવો, આગેવાનો, કાર્યકરો તેમજ રામ ભક્તો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.