“કાલાવડ મંદિર વિકાસ સમિતિ” દ્વારા સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે માઈક સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે

કાલાવડ શહેરમાં એક સાથે એક જ દિવસમાં 11 અલગ અલગ મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં માઈક સેટ લગાવવાનું ભગીરથ કાર્ય કરતું “કાલાવડ મંદિર વિકાસ સમિતિ”


-: વિશ્વ ફલક પર ગુંજશે કાલાવડનું નામ :-

કાલાવડ બન્યું દેશનું પ્રથમ એવું શહેર જ્યાં એકસાથે 11 અલગ અલગ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં 11 માઇક સેટ લગાવવામાં આવ્યા. પ્રતિદિન સવાર અને સાંજના 6.30 કલાકે સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ


હિન્દ ન્યુઝ, કાલાવડ

              આ ભગીરથ કાર્યમાં કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ અને સૌરાષ્ટ્રના છોટે સરદારના હુલામણા નામથી જાણીતા શ્રી સંજયભાઈ ડાંગરિયા – 21,000/- રૂપિયા (3 સેટ), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા – 13,800/- રૂપિયા (2 સેટ), કાલાવડ બાર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી શ્રી જયેશભાઈ વાઘાણી – 7000/- રૂપિયા (1 સેટ), શ્રી દેવરાજભાઈ સોલંકી – 7000/- રૂપિયા (1 સેટ), ભાજપ અગ્રણી શ્રી હરીશચંદ્રસિંહ વી. જાડેજા – 7000/- રૂપિયા (1 સેટ), કાલાવડ તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી દેવદાનભાઈ જારીયા – 6900 રૂપિયા (1 સેટ), કાલાવડ મંદિર વિકાસ સમિતિ નાં શ્રી ગીરીશભાઈ વ્યાસ – 6900/- રૂપિયા (1 સેટ), કાલાવડ APMC ચેરમેન શ્રી મૌલિકભાઈ નથવાણી – 6900/- (1 સેટ), શ્રી મનસુખભાઈ ચણિયારા – એન્જલ ફાઇબર લિ. – 6900/- રૂપિયા (1 સેટ), અ.જા.મોરચા નાં જામનગર જિલ્લા મહામંત્રી શ્રી મનોજભાઈ પરમાર – 6900/- રૂપિયા (1 સેટ), શ્રી નિલેશભાઈ વેકરીયા (શ્રી ક્રિષ્ના રેસ્ટોરન્ટ) – 6900/- રૂપિયા (1 સેટ), ભાજપ અગ્રણી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા – 6900/- રૂપિયા (1 સેટ), રમેશભાઈ વૈદ – 5100/- રૂપિયા (1 સેટ) તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ કથાકાર શ્રી પ.પૂ. કે.પી.બાપુ, ડૉ. સીમાબેન પટેલ, શ્રી દિનેશભાઈ ગોહિલ, શ્રી ચિરાગભાઈ સૂચક, જયસુખભાઈ ગોસ્વામીનાઓએ મળી 5411/- રૂપિયા “કાલાવડ મંદિર વિકાસ સમિતિ” ને ભગીરથ કાર્યો કરવા માટે દાન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

            કાલાવડ મંદિર વિકાસ સમિતિ દ્વારા કાલાવડ શહેરમાં 11 મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા માઈ સેટ લગાવવામાં “કાલાવડ મંદિર વિકાસ સમિતિ” ના સભ્યશ્રીઓ એવા કથાકાર શ્રી કે.પી.બાપુ, શ્રી ગીરીશભાઈ વ્યાસ, શ્રી દિનેશભાઈ ગોહિલ, ડૉ. સીમાબેન પટેલ, શ્રી જયસુખ ગોસ્વામી, શ્રી નીતુભા જાડેજા, શ્રી કાનાભાઈ જોશી, શ્રી પ્રતિકભાઈ ગોસ્વામી, શ્રી ચિરાગભાઈ સૂચક, શ્રી હિતેનભાઈ ગોહિલ, શ્રી અજયભાઈ સૂચક, શ્રી સ્મિતભાઈ પટેલ, શ્રી જયભાઈ ગોસ્વામી, શ્રી વિવેકભાઈ વ્યાસ, શ્રી રાહુલભાઈ ગોસ્વામી, શ્રી સૂરજભાઈ નાઓનાં રાતદિવસના અથાગ પ્રયત્નોથી આ ભગીરથ કાર્યક્રમને સફળ બનાવવા માં આવ્યો હતો.


આર.એસ.એસ ના પ્રખર કાર્યકર શ્રી ભાનુભાઈ પટેલ (ભાનુદાદા) નાં વરદ હસ્તે

કાલાવડ શ્રી પુષ્પક હનુમાનજી મંદિર ખાતે માઇક સેટ દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠનુ શુભારંભ

                          કાલાવડમાં હનુમાન ચાલીસા પાઠનો પ્રથમ માઈક સેટ શ્રી પુષ્પક હનુમાનજી મંદિર ખાતે લગાવવામાં આવેલ અને આ માઇક સેટ દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ નું શુભારંભ RSS નાં પ્રખર કાર્યકર શ્રી ભાનુભાઈ પટેલ (ભાનુદાદા) દ્વારા રિમોટ ની સ્વીચ દબાવી શુભ શરૂવાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંદિરનાં પૂજારી શ્રી પંકજભાઈ લશ્કરી, શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના પુજારી શ્રી જીકા બાપુ, શ્રી હસુભાઈ વોરા, શ્રી અભિષેકભાઈ પટવા, શ્રી વિનુભાઈ રાખોલીયા, શ્રી જયંતીભાઈ કામાણી શ્રી કાનાભાઈ જોશી, શ્રી ગીરીશભાઈ વ્યાસ, શ્રી સ્મિતભાઈ પટેલ અને “કાલાવડ મંદિર વિકાસ સમિતિ” ટીમના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment