કાલાવડ શહેરની તાલુકા શાળા નં -૧ સી.આર.સી હેઠળની “શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા” નાં શિક્ષકશ્રી ને ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ પ્રદાન

હિન્દ ન્યુઝ, કાલાવડ

     રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના કાલાવડ શહેરની તાલુકા શાળા નં -૧ સી.આર.સી હેઠળની “શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા” નાં સારસ્વત સન્માનનીય શ્રી જીતેશભાઇ મારકણા ને કાલાવડ મામલતદારશ્રી નાં હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ પ્રદાન કરવામાં આવેલ. 

        શિક્ષક શ્રી જીતેશભાઇ મારકણા ની શાળા પ્રત્યે ની કામગીરી બિરદાવવા લાયક જ નહિ પરંતુ કાલાવડ શહેરના ઇતિહાસમાં નોંધનીય રહેશે. તેઓએ કોરોના કાળ સમયે શાળા બંધ થવાના આરે ઉભેલી શાળાને નવો પ્રાણ ફૂંક્યો તેમજ સજીવન કરી હતી. તેઓ ઘરે ઘરે જઈને બાળકોના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવીને તેઓએ અમૂલ્ય શિક્ષાદાન આપ્યું હતું. તારવરાટમાં રહેતા હસમુખી શિક્ષક શ્રી એવા જીતેશભાઇ મારકણા ને રાષ્ટ્રપતિ પુરષ્કાર માટે લાયક ઠરે અને શાળાનું ગૌરવ બની રહે એવી શુભેચ્છાઓ શાળાનાં શિક્ષકગણ દ્વારા પાઠવવામાં આવી હતી.


Related posts

Leave a Comment