જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના પ્રયત્નથી કચ્છમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુદ્રઢ થઇ

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટીએ વિશાળ જિલ્લો હોવાના કારણે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના સતત પ્રયત્નના કારણે ૧પમાં નાણાપંચની જિલ્લાની ગ્રાન્ટમાંથી વિવિધ આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમાસર (ચ), રવાપર, મનફરા અને બરંદા તેમજ વર્ષ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રેશ્વર, ભીરંડીયારા અને બાલાસર માટે વર્ષ-૨૦૨૦-૨૦ર૧ અને વર્ષ-૨૦ર૧-૨૦રરમાં ૧પમાં નાણાં પંચની જિલ્લા ગ્રાન્ટમાંથી રૂા.૧,૦૦,૯૨,૦૦૦ તેમજ તાલુકાની ગ્રાન્ટના ૧પમાં નાણાપંચમાંથી વર્ષ ૨૦૨૦-૨૦ર૧માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેશલપર- ગુંથલી, ચાંદરાણી, આમરડી, ડુમરા, ઝરપરા, મોટા લાયજા, ઘડુલી અને કુકમા તેમજ વર્ષ ૨૦૨૧-૨૦રરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિથોણ, આડેસર, મેઘપર બો., મીઠી રોહર, વાયોર અને કોડકી આમ વર્ષ-૨૦૨૦-૨૦ર૧ અને વર્ષ-૨૦ર૧-૨૦રરમાં ૧પમાં નાણાં પંચની તાલુકાની ગ્રાન્ટમાંથી રૂા.૨,૧૦,૦૦,૦૦૦ ની ફાળવણી થયેલી છે. જે GeM પોર્ટલ માફરતે એમ્બ્યુલન્સની ખરીદી નિયમોનુંસાર કરવામાં આવેલી છે. તદઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨નાં જિલ્લા પંચાયતના ૧૫માં નાંણા પંચ અંતર્ગત રૂા.૭૫,૦૦,૦૦૦ LDR પ્રસૃતિગૃહ માટેના કોમ્પ્લેક્ષ બાંધવાનાં અને રૂા.૪૫,૦૦,૦૦૦ એમ.ઓ. કર્વાટર કુલ-૨ માટે મંજુરી મળેલી છે. જે થકી ભીરંડીયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રસૃતિ સેવાઓ માટે ૨૪ x૭ તૈયાર થઇ રહયું છે. આના કારણે જિલ્લાની પ્રાથમિક આરોગ્ય સેવાઓ ખુબજ સુદ્રઢ થઇ છે. ઉકત ર૧ એમ્બ્યુલન્સ વાહન આરોગ્ય શાખાને મળેલી તેમજ પ્રસૃતિગૃહ અને એમ.ઓ.કર્વાટર મંજુર થયેલા છે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment