માતાનામઢનો રસ્‍તો એકમાર્ગીય જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ

આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા ૦૪/૧૦/૨૦૨૨ તથા તા ૦૫/૧૦/૨૦૨૨ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લા બહારના શ્રધ્‍ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. આ પદયાત્રિઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાના મઢ જાય છે. હજારોની સંખ્‍યામાં પદયાત્રીઓ માટે નાના નાની રિક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્‍તા પરથી સતત અવર-જવર કરતા હોય છે. આ સમય દરમિયાન માતાના મઢ મધ્‍યે મોટો મેળો યોજાતો હોઇ મોટી સંખ્‍યામાં એસ.ટી.ની બસો પણ અવર- જવર કરતી હોઇ પદયાત્રિઓને મુશ્‍કેલી પડે છે અને ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી બને છે. જેથી, અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રટ મિતેશ પંડયાએ એક જાહેરનામું બહાર પડી તા.૨૩/૦૯/૨૦૨૨ના વહેલી સવારના ૬ કલાકથી તા ૦૪/૧૦/૨૦૨૨ મોડી રાત્રીના ૨૪ કલાક સુધી વાહનોની અવર-જવર માટે માતાનામઢનો રસ્‍તો એકમાર્ગીય જાહેર કર્યો છે. જેમાં સાંઘી, જેપી તથા અલ્ટ્રા ટ્રેક કંપની તરફથી આવતા-જતા વાહનો તથા ભારે વાહનો માટે સાંધી અને જેપી તથા અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીમાંથી દયાપરથી પાનેલી,નલીયા, મોથાળા, મંગવાળા, નખત્રાણા થઇ ભુજ જઇ શકે. જયારે આજ રૂટ ઉપર થઇને સાંધી અને જે.પી. તથા અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ ફેકટરીમાં જઇ શકશે. લીફરી લિગ્નાઇટ ખાણ માટે લીફરી ખાણ મેઈન ગેટથી બંને તરફ એક એક કિ.મી. સુધીના વિસ્તારને “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવે છે ત્યાં કોઇ વાહનો પાર્ક કરવાના રહેશે નહીં. લીફરી લિગ્નાઇટ ખાણ માટે અવર જવર કરવા માટે ભારે વાહનો માટે નખત્રાણા તરફથી લીફરી ખાણમાં જતાં વાહનોને ટોડીયા ફાટકથી અંદર લક્ષ્મીપર, નેત્રા, રવાપર ચાર રસ્તાથી લીફરી ખાણ તરફ જશે. આ વાહનવ્યવહાર સવારના ૧૧ કલાકથી સાંજના ૨૦ કલાક સુધીના સમય દરમ્યાન લિગ્નાઇટ ખાણ સુધી અવર જવર કરી શકશે તેમજ તે સિવાયના સમયમાં એટલે કે સાંજના ૨૦ કલાકથી સવારના ૧૧ કલાક સુધી અવર જવર બંધ રહેશે. લીફરી થી એ.ટી.પી.એસ. નાની છેર જતા વાહનો માટે લીફરી ખાણથી લિગ્નાઇટ ભરી નાની છેર એ.ટી.પી.એસ. જતા વાહનો લીફરીથી રવાપર, ઘડાણી, પાનેલી, દયાપર, ઉંમરસર થઇને એ.ટી.પી.એસ. જઇ શકશે. નખત્રાણા થી પાન્‍ધ્રો તરફ જતા ટ્રકો/ભારે વાહનો/અન્‍ય વાહનો નખત્રાણા, ટોડીયા ફાટક, ટોડીયા, નેત્રા, રવાપર, ઘડાણી, પાનેલી, નારાયણ સરોવરવાળા હાઇવે માર્ગ ઉપરથી પસાર થશે. જયારે આજ રૂટથી પાન્‍ધ્રોથી નખત્રાણા જઇ શકાશે. માતાના મઢ નખત્રાણા-ભુજ તરફ જતા વાહનો માટે એસ.ટી.બસો તથા પ્રવાસી બસો નખત્રાણા, મથલ, રવાપર, માતાનામઢ વાળાહાઈવે પરથી પસાર થશે જયારે આજ રૂટ થઇને ભુજ-નખત્રાણા થઇને માતાનામઢ જશે.આ હુકમ અન્વયે પોલીસ ખાતાના અને સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત વાહનોને મુકિત આપવામાં આવી છે

Related posts

Leave a Comment