દિયોદર નાં રેફરેલ કોવિડ 19 કેર સેન્ટરમાં અલ્પેશ ઠાકોર એ મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર 

બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે દિયોદર રેફરેલ કોવિડ 19 કેર સેન્ટર માં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મુલાકાતે પોહચ્યા હતા. જેમાં કોવિડ 19 કેર સેન્ટર માં સારવાર લેતા દર્દીઓ ની પણ મુલાકાત લીધી હતી. આ બાબતે રેફરેલ હોસ્પિટલ ની મુલાકાત માટે આવેલ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે વર્તમાન સમય કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા ની આજે મુલાકાતે આવ્યો છું અહીં દર્દીઓ ને પુરી સારવાર મળે છે. દિયોદર રેફરેલ હોસ્પિટલ જર્જરિત હોવા છતાં અહીં ના ડોકટર ટિમ અને સેવાભાવી લોકો એ સાથે મળી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું તે બદલ હું આભાર વ્યક્ત કરું છું ત્યારે બીજી 108 ની 24 કલાક સુવિધા માટે જિલ્લા કલેકટર ને રજુઆત કરવા આહવાન કર્યું હતું.

જેમાં દિયોદર કોવિડ 19 કેર સેન્ટર ખાતે દરેક દર્દીઓ ને બે ટાઈમ ભોજન ની વ્યવસ્થા પુરી કરવા માટે માનવતા ગ્રૂપ નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં દિયોદર ક્ષત્રિય ઠાકોર સેના ના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment