રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા રાજ્યના કેબિનેટ મંત્રી  અરવિંદભાઈ રૈયાણીની હાજરીમાં તા.૧૭-૧૦-૨૦૨૨ના રોજ “આયુષ્યમાન ભારત” કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માનનીય મંત્રી  અરવિંદભાઈ રૈયાણીની હાજરીમાં તા.૧૭-૧૦-૨૦૨૨ને સોમવારનાં રોજ બપોરે ૩:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આયુષ્યમાન કાર્ડ (PMJAY-MA) વિતરણ કાર્યક્રમ યોજાનાર છે, આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદીપ ડવ ઉપસ્થિત રહેશે.   

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે.

આ મેગા કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીની રૂ. ૫ (પાંચ) લાખ સુધીની મફત સારવાર યોજના સાથે જોડાયેલ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં મળી રહે છે. અત્યાર સુધીમાં કુલ ૭૩,૯૯૦ જેટલા લાભાર્થીઓએ આ યોજના હેઠળ સારવારનો લાભ લીધેલ છે.

Related posts

Leave a Comment