શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શાળા નંબર 25 માં 76 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ

             શ્રી બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શાળા નંબર 25 માં 76 મા પ્રજાસત્તાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં દિવ્યાંગ બાળકી સગુણાબેન રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ સલામી પણ આપવામાં આવી. સાથે ગામ વિસ્તારમાં એક વર્ષમાં જન્મેલી બાળકીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકૃતિઓ રજૂ કરી દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો. આ કાર્યક્રમમાં એસ.એમ.સી. અધ્યક્ષ વિષ્ણુદાસ દાણીધા, માજી ઓપરેટર રવજીભાઈ વાટકીયા, એસ.એમ.સી. સભ્ય સુરેશભાઈ અને વિનુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય હરેશભાઈ ભોજક અને શિક્ષક ભાઈ બહેનો દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.

રિપોર્ટર : વિજય કુકડિયા, બોટાદ 

Related posts

Leave a Comment