હિન્દ ન્યૂઝ, જેતપુર,
રોજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંધ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓ દ્વારા મિલ્કત સબંધી અનડિટેક ગુન્હા શોધી કાઢવા માટે આપેલી સુચના અને માર્ગદર્શનના અનુસંધાને એલ.સી.બી રાજકોટ શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ સ્ટાફ સાથે ઉપલેટા પો.સ્ટે વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ દિવ્યેશભાઈ સુવા કૌશીકભાઈ જોશી નિલેશભાઈ ડાંગરને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઉપલેટા પો.સ્ટે વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો વણશોધાયેલ ગુન્હા શોધી કાઢી આરોપી ખીમાભાઈ રાજાભાઈ ડૂવા (ઉ.વ. ૨૪ રહે, કોલકી ગામ તા. ઉપલેટા જી. રાજકોટ મૂળ ગામ ચિત્રોડ તા.જામજોધપુર જી.જામનગર) ને ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. કામગીરી કરનાર ટીમ ના રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી
પોલીસ ઇન્સ. એ.આર ગોહિલ, પો.હેડ.કોન્સ શક્તિસિંહ જાડેજા, પો.કોન્સ.દિવ્યેશભાઈ સુવા, કૌશીકભાઈ જોષી, નિલેશભાઈ ડાંગર વગેરે એ ભરી જેહમત ઉઠાવી હતી.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર