હિન્દ ન્યૂઝ, થરાદ બનાસકાંઠા ના થરાદ ખાતે એક વર્ષથી બનેલા પ્રેસ કલબ માંથી વિભાજન કરી નવીન ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ રાજપૂત તથા ઉપપ્રમુખ ભુરપુરી ગૌસ્વામી તથા મંત્રી તરીકે વશરામ ચૌધરી તેમજ ખજાનચી તરીકે ભમરાજી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી. ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનમાં જોડાયેલા તમામ સભયોએ પોતાની સંમતિ આપતાં કુલ 21 પત્રકાર સભ્યોનું ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરી તમામ સભ્યોએ એકસાથે ભોજન લીધું હતું. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read MoreDay: January 25, 2021
ભાવનગરમાં 26 મી જાન્યુઆરી એ કૃષી બિલ સંદર્ભે ટ્રેકટર રેલી યોજાશે
હિન્દ ન્યૂઝ, ભાવનગર દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપવા માટે ભાવનગર જિલ્લાના જગતતાત તથા ખેડૂત આગેવાનો મક્કમ ભાવનગર શહેર આસપાસના તમામ ખેડૂત આ રેલીમાં જોડાશે અને દરેક ગામમાં તાલુકા જિલ્લામાં આ રેલીની આયોજન કરેલ છે. દિલ્હીમાં કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. સમાધાનની તમામ વાટાઘાટો આજ દિન સુધી નિષ્ફળ રહી છે. આગામી તારીખ 26 મી જાન્યુઆરી તિરંગા સાથે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં નીકળવાની છે. તેના સમર્થનમાં ભાવનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા એક ભવ્ય ટ્રેક્ટર રેલી નું આયોજન કરેલ છે. રેલીમાં આશરે 75 ટ્રેક્ટર ટ્રોલી…
Read Moreઆશા અને ફેસિલિટર બહેનોના બાકી રહેલા પગારની માંગણીનો પ્રવિણ રામની મધ્યસ્થીના કારણે સુખદ અંત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આશા બહેનો અને ફેસિલિટર બહેનો આરોગ્યના પાયા સમાન છે. આરોગ્યની સેવાઓ ઘર ઘર સુધી પહોચાડવામાં આ બહેનોનો સિંહફાળો છે. પરંતુ આશા બહેનો અને ફેસિલિટર બહેનોને કામના પ્રમાણમાં ખુબ જ નહિવત વેતન મળતું હોવાથી આંદોલનકારી પ્રવિણ રામે 2017 માં તાલાલા ખાતે 41 દિવસના પ્રતિક ઉપવાસ અને 12 દિવસના આમરણ ઉપવાસ કર્યા હતા અને ત્યાર બાદ પ્રવિણ રામ દ્વારા કરવામાં આવેલા આ આંદોલનના કારણે સરકારે આશાબહેનોને 50% પગાર વધારો આપવાની બાહેંધરી પ્રવિણ રામને આપી હતી અને ત્યાર બાદ સરકારે આશા બહેનોને…
Read Moreડીસાના ભડથ ગામના લોકોએ રામ મંદિર નિર્માણ નિધિ ફંડ માં રૂપિયા 31 લાખ દાન એકત્ર કર્યું…!
હિન્દ ન્યૂઝ, ડીસા ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી લોકો ઉત્સાહભેર પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકાના ભડથ ગામના લોકોએ પણ એકત્ર થઈ રામ મંદિર નિર્માણ નિધિ ફંડ માં રૂપિયા 31 લાખ દાન આપ્યું છે અને હજુ પણ દાનની સરવાણી યથાવત ચાલી રહી છે. ડીસા તાલુકાના ભડથ ગામના લોકો હંમેશા સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા હોય છે ત્યારે વર્ષો બાદ બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે પણ ગ્રામજનોએ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે ગતરોજ ગ્રામજનોની બેઠક યોજાઇ હતી.…
Read Moreડીસા ના કાંટ ગામ થી દાંતીવાડા યુનિવર્સિટી સુધી ના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું…
હિન્દ ન્યૂઝ, ડીસા ડીસા તાલુકાના કાંટ ગામ થી દાંતીવાડા યુનિવર્સિટી નો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ હાલતમાં હતો અને આ રસ્તાનું નવિનીકરણ કરવા માટે અનેકવાર રજુઆતો કરાયા બાદ તંત્ર દ્વારા આ રોડ મંજૂર કર્યા બાદ ગતરોજ શહેર ના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના કાંટ ગામના અંબિકા સ્ટોરેજ થી દાંતીવાડા યુનિવર્સિટી સુધીનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં હતો. જેના લીધે ગ્રામજનોની અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ રોડનું નવિનીકરણ…
Read Moreઅણસોલ પોલીસ ચેક પોસ્ટ નેશનલ હાઇવે ઉપરથી મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી ની અંદર ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરી લઇ આવી પ્રોહી મૃદામાલ ગણના પાત્ર શોધી કાઢતી શામળાજી પોલીસ
હિન્દ ન્યૂઝ, મોડાસા તા.૨૫/૦૧/૨૦૨૧, અભય ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ. જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર અ.પો.કો લાલસિંહ બલવંતસિંહ, અ.લો.ર રણધિરસિંહ હરીચંદ્રસિંહ, પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનો પૈકી શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરતા હતા, દરમ્યાન સવારના કલાક ૭:૦૦ વાગ્યા ના સમયે એક મહીન્દ્રા બોલેરો પીકપ…
Read Moreઆણંદ ગણેશ ચોકડી એ ફરજ પર રહેલા ટ્રાફિક સ્ટાફ માસ્ક વગર જોવા મળ્યા
હિન્દ ન્યૂઝ, આણંદ આજ રોજ આણંદ ગણેશ ચોકડી પર આવેલા સર્કલ પર ફરજ પર બજાવતા ટ્રાફિક જમાદાર સંજયકુમાર અમૃતભાઈ રાવ તથા એમના ટી.આર.પી. સ્ટાફ વગેરે ઓ વગર માસ્ક એ જોવા મળ્યા હતા. જાણે કે કોઈ પણ જાત ની બીક વગર અને ટ્રાફિક ના સ્ટાફ ને નિયમો નુ ભાન ભૂલ્યા હતા. અને ચાલુ ફરજ પર ગીચ વિસ્તાર અને પબ્લિક ની અવર જવર વાળા વિસ્તાર હોવા છતા સંજયકુમાર વગર માસ્ક એ ફરતા નજરે ખુલ્લેઆમ જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહયું કે પોલીસ પ્રશાસન એમના જ સ્ટાફ…
Read More