આશા અને ફેસિલિટર બહેનોના બાકી રહેલા પગારની માંગણીનો પ્રવિણ રામની મધ્યસ્થીના કારણે સુખદ અંત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

              આશા બહેનો અને ફેસિલિટર બહેનો આરોગ્યના પાયા સમાન છે. આરોગ્યની સેવાઓ ઘર ઘર સુધી પહોચાડવામાં આ બહેનોનો સિંહફાળો છે. પરંતુ આશા બહેનો અને ફેસિલિટર બહેનોને કામના પ્રમાણમાં ખુબ જ નહિવત વેતન મળતું હોવાથી આંદોલનકારી પ્રવિણ રામે 2017 માં તાલાલા ખાતે 41 દિવસના પ્રતિક ઉપવાસ અને 12 દિવસના આમરણ ઉપવાસ કર્યા હતા અને ત્યાર બાદ પ્રવિણ રામ દ્વારા કરવામાં આવેલા આ આંદોલનના કારણે સરકારે આશાબહેનોને 50% પગાર વધારો આપવાની બાહેંધરી પ્રવિણ રામને આપી હતી અને ત્યાર બાદ સરકારે આશા બહેનોને 50% પગાર વધારો આપી. આ બાહેંધરી નિભાવી પણ ખરી અને એમના કારણે સમગ્ર ગુજરાતની તમામ આશા બહેનોને પ્રવીણભાઇ રામના કારણે મોટો ફાયદો થયો હતો. પરંતુ કોરોના કાળમાં આશા બહેનો અને ફેસિલિટર બહેનોએ પોતાના જીવના જોખમે કામગીરી કરી હોવા છતાં કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના આશા અને ફેસિલિટર બહેનોને છેલ્લા અનેક મહિનાઓથી પગાર ના મળતા આ તાલુકાની આશા બહેનો અને ફેસિલિટર બહેનો હડતાલ ઉપર ઉતરી હતી.

                 તદ્ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાની આશા અને ફેસિલિટર બહેનોએ લઘુતમ વેતનની માંગણી સાથે આંદોલનકારી પ્રવિણ રામની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે રેલી કાઢી કલેકટર ને આવેદન સુપરત કર્યું હતું, ત્યાર બાદ કોડીનાર અને સુત્રાપાડા તાલુકાની આશા અને ફેસિલિટર બહેનોના બાકી રહેલા પગાર તાત્કાલિક ચૂકવવા માટે પ્રવિણ રામે મધ્યસ્થી કરી આશા અને ફેસિલિટર બહેનોની ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરાવી હતી અને આ બેઠકમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ દાખવી 10 થી 15 દિવસમાં બહેનોનો બાકી રહેલા પગારનું ચુકવણું કરી આપવાની બાહેંધરી અપાતા આશા બહેનોની બાકી પગારની માંગણીનો સુખદ અંત આવ્યો હતો અને આ બાહેંધરી ના પગલે પ્રવિણ રામે કોડીનાર અને સુત્રાપાડા તાલુકાની આશા અને ફેસિલિટર બહેનોને હાજર થઈ જવા માટે સૂચન કર્યું હતું.

             ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના હકારાત્મક અભિગમ ના કારણે બહેનોના બાકી રહેલા પગારની માંગણીનો સુખદ અંત આવ્યો તેમજ આશા અને ફેસિલિટર બહેનોની અન્ય માંગણીઓ જિલ્લાના અધિકારીઓ દ્વારા સરકાર સુધી પહોચાડવામાં આવશે એવી બાહેંધરી અધિકારી દ્વારા અપાતા આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ સફળતા માટે આશા અને ફેસિલિટર બહેનોને અભિનદન પાઠવ્યા હતા તેમજ વધુમાં લઘુતમ વેતન અને બાકી રહેલી અન્ય માંગણીઓ માટે આચારસંહિતા બાદ મજબૂત લડત આપીશું એવી વાત પણ પ્રવીણભાઇ રામ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment