હિન્દ ન્યૂઝ, ભાવનગર
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપવા માટે ભાવનગર જિલ્લાના જગતતાત તથા ખેડૂત આગેવાનો મક્કમ
ભાવનગર શહેર આસપાસના તમામ ખેડૂત આ રેલીમાં જોડાશે અને દરેક ગામમાં તાલુકા જિલ્લામાં આ રેલીની આયોજન કરેલ છે. દિલ્હીમાં કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. સમાધાનની તમામ વાટાઘાટો આજ દિન સુધી નિષ્ફળ રહી છે. આગામી તારીખ 26 મી જાન્યુઆરી તિરંગા સાથે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં નીકળવાની છે. તેના સમર્થનમાં ભાવનગર જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા એક ભવ્ય ટ્રેક્ટર રેલી નું આયોજન કરેલ છે.
રેલીમાં આશરે 75 ટ્રેક્ટર ટ્રોલી તથા બીજા ૭૦ વાહનો સ્વૈરિછક ખેડુતો જોડાવવા ના છે. આ રેલી બિનરાજકીય ખેડૂત આગેવાનો કરશે. જિલ્લાભરમાં કૃષિ બિલ રદ કરવા તેમજ એમ.એસ.પી ગેરેટી વિરોધ પ્રદર્શન કરી રહેલા દિલ્હી આંદોલનકારી ઓને તેના સમર્થનમાં ભાવનગર શહેરમાં ઠેરઠેર કાર્યક્રમ યોજવાના છે.
આ રેલીનું આયોજન ભાવનગર જિલ્લાના જગત ના તાત (ખેડુતો) તથા ખેડૂતના આગેવાન દશરથસિંહ ગોહિલ તણસા તેમજ ભરતસિંહ વાળા તરેડી, અશોકસિંહ સરવૈયા કામરોલ, વિરજીભાઇ જસાણી, લલ્લુ ભાઈ બેલડીયા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ, અશ્વિનભાઈ તેમજ નીતિનભાઈ વગેરે ખેડૂત આગેવાનો ની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમની રૂપરેખા :
તારીખ 26 મી જાન્યુઆરી ભાવનગરના ગામે થી આ રેલીની ની શુભ શરૂઆત થશે અને કાળિયાબીડ, વાઘાવાડી, કલેકટર કચેરી ઘોઘા ગેઈટ એમ.જી.રોડ, ખારગેટ, હલુરીયા, દિવાનપરા, નવાપરા, જશોનાથચોક, પાનવાડી, નિલમબાગ સર્કલ, ગઢેચી વડલા સુધી આ રેલી નું આયોજન કરવામાં આવેલ છે.