થરાદ ખાતે ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશન ની રચના કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, થરાદ

        બનાસકાંઠા ના થરાદ ખાતે એક વર્ષથી બનેલા પ્રેસ કલબ માંથી વિભાજન કરી નવીન ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતસિંહ રાજપૂત તથા  ઉપપ્રમુખ ભુરપુરી ગૌસ્વામી તથા મંત્રી તરીકે વશરામ ચૌધરી તેમજ ખજાનચી તરીકે ભમરાજી વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી.

         ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનમાં જોડાયેલા તમામ સભયોએ પોતાની સંમતિ આપતાં કુલ 21 પત્રકાર સભ્યોનું ફિલ્ડ પત્રકાર સંગઠન એસોસિએશનની રચના કરી તમામ સભ્યોએ એકસાથે ભોજન લીધું હતું.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment