મિલેટ્સ મહોત્સવ-૨૦૨૬
હિન્દ ન્યુઝ, સુરત
આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યના મહત્વને પુનઃ સ્થાપિત કરવાના હેતુથી કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ અડાજણના જોગણી નગર સ્થિત SMC પાર્ટી પ્લોટ ખાતે ‘મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’ યોજાશે. જેનું ઉદ્દધાટન તા.૨૧મીના રોજ સવારે ૧૦.૩૦ વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના હસ્તે તથા આરોગ્ય રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે.
