હિન્દ ન્યૂઝ, મોડાસા
તા.૨૫/૦૧/૨૦૨૧, અભય ચુડાસમા, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ. જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર અ.પો.કો લાલસિંહ બલવંતસિંહ, અ.લો.ર રણધિરસિંહ હરીચંદ્રસિંહ, પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનો પૈકી શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરતા હતા,
દરમ્યાન સવારના કલાક ૭:૦૦ વાગ્યા ના સમયે એક મહીન્દ્રા બોલેરો પીકપ ગાડી આવતાં જેના ઉપર શક જતાં સદરી મહીન્દ્રા બોલેરો પીકપ ગાડી નં RJ06GB3397 ગાડીનો ચાલક દુરથી પોલીસ જોતા ગાડી ઉભી રાખી એકદમ નીચે ઉતરી જઈ ઝાડી ઝાંખરાઓનું ઓથ લઈ ડુંગર તરફ ભાગી ગયેલ જે પો.સ.ઈ એ.એમ.દેસાઇ નાઓને માહિતી આપતા તેઓએ ઉપરોક્ત મહીન્દ્રા બોલેરો પીકપ ગાડી નં RJ06GB3397 માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૩૩ કુલ બોટલ નંગ-૩૯૬ મળી કુલ કિં.રૂા.૧,૧૮,૮૦૦ /- તથા મહીન્દ્રા બોલેરો પીકપ ગાડી નં RJ06GB3397 ની કિં.રૂ ૪,૦૦,૦૦૦/- ની ગણી કુલ મુદામાલ કિં.રૂ ૫,૧૮,૮૦૦/-.નો લઇ આવી આરોપી ચાલક તેના કબ્જાની મહીન્દ્રા બોલેરો પીકપ ગાડી નં RJ06GB3397 ની રોડની સાઈડમાં ઉભી રાખી ગાડી મુકી નાસી ગયેલ. આ પ્રકારનો ગુન્હો કરેલ હોઇ જેથી સદરી ગાડીના ચાલક વિરૂધ્ધમાં શામળાજી પોલીસ સ્ટેશન પાર્ટ સી ૧૧૧૮૮૦૧૦૨૧૦૦૨૭/૨૦૨૧ ધી પ્રોહી. એકટ ક.૬૫.(એ),(ઇ), ૧૧૬બી, ૯૮(૨), મુજબનો ગુન્હો રજિસ્ટર કરી આ કામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ શામળાજી પોલીસ ને ભારતીય બનાવટનો વિદેશી ઈંગ્લીશદારૂનો જથ્થો પકડવામાં સફળતા મળેલ છે અને આગળની તપાસ કાર્યવાહી એ.એમ.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓ સંભાળેલ છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા