ગુજરાત પ્રદેસ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેટજી કમિટી માં 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની સભ્ય તરીકે ની વરણી કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

90-સોમનાથ વિધાનસભા ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ગુજરાત પ્રદેસ કોંગ્રેસ કમિટી દ્વારા સ્ટેટજી કમિટી માં મહત્વ ની જવાબદારી સાથે નિમણૂક કરવામાં આવેલ છે. ટૂક સમય માં ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ યોજવાની હોય જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જેવી અતિ મહત્વની ચૂંટણીઓ આવનાર હોય ગુજરાત કોંગ્રેસ પાર્ટી ના માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા આ ચૂંટણીલક્ષી સ્ટેટજી કમિટી ની રચના કરવામાં આવેલ છે. આ ચૂંટણીઓ માં કોંગ્રેસ પાર્ટી મજબૂતી સાથે ચૂંટણી લડી શકે અને આ સ્થાનીક ચૂંટણીઓ માં કોંગ્રેસ પાર્ટી વિજય થાય તે માટે નિષ્ણાતો ની સ્ટેટજી કમિટી બનાવેલ છે. આ કમિટી માં ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ભરતસિંહ સોલંકી ચેરમેન તરીકે નિમણૂક થયેલ અને તેમના માર્ગદર્શન હેઠળ આ કમિટીમાં તમામ નિમાયેલા સદસ્યો કોંગ્રેસ પાર્ટી ને વિજય બનાવવા માટે કટિબદ્ધતા દર્શાવેલ છે. આમ સોમનાથ વિધાનસભા ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેટજી કમિટી માં નિમણૂક થતાં ગીર સોમનાથ જિલ્લા તથા વેરાવળ તાલુકાનાં આગેવાનો કાર્યકર્તાઓ માં ખુબજ ખુશીનો માહોલ જોવા મળેલ છે અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ને અભિનંદન અને શુભકામના નો સંદેશો પાઠવેલ છે. તેવું એક અખબાર યાદી માં જણાવે છે.

રિપોર્ટેર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment