ગીર-સોમનાથ જિલ્લાના કલાપ્રેમીઓને ખેલ મહાકુંભમાં ભાગ લેવાની ઉત્તમ તક

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી દ્વારા આ વર્ષે કલા મહાકુંભનું તાલુકો અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં ભાગ લેવા માટે આગામી તા. ૦૬/૦૧/૨૦રર સુધીમાં ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકાશે.

આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથમાં ૬ થી ૧૪ , ૧૫ થી ૨૦ , ૨૧ થી ૫૯ , અને ૬૦ વર્ષથી ઉપરના સ્પર્ધાકો માટે સ્પર્ધાઓ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૦૯ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ નો સમાવેશ થાય છે. ત્યારે સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થનાર સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન,નો સમાવેશ થાય છે. તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે.

આ સ્પર્ધાઓમાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને જણાવવામાં આવ્યું છે કે, તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે જોડી પહોચાડવાનું રહેશે. (૧) ઉના તાલુકાના સ્પર્ધક કલાકારોએ તાલુકા કન્વીર શૈલેષભાઇ પટેલ માધ્યમિક શાળા તડ (ર) કોડીનાર તાલુકાના સ્પર્ધક કલાકારોએ તાલુકા કન્વીનર, રણજીતસિંહ રાઠોડ મ્યુ. ગર્લ્સ હાઇસ્કુલ, કોડીનાર (3) ગીર ગઢડા તાલુકાના સ્પર્ધક કલાકારોએ તાલુકા કન્વીનર, રઘુભાઇ બારડ અભિનવ વિદ્યામંદિર, ગીર ગઢડા (૪) સુત્રાપાડા તાલુકા કન્વીનર શ્રી પિયુષભાઇ કાછેલા વિવેકાનંદ વિદ્યામંદિર, સુત્રાપાડા (૫) તાલાળા તાલુકાના સ્પર્ધક કલાકારોએ તાલુકા કન્વીનર નરેશભાઇ ગોહિલ આગાખાન સ્કુલ, ચિત્રાવડ (૬) વેરાવળ તાલુકાના સ્પર્ધક કલાકારોએ તાલુકા કન્વીર અશ્વિનભાઇ સોલંકી પ્રાંત યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ગીર સોમનાથ ને જમા કરાવવાના રહેશે.

કલા મહાકુંભના વિગતવાર ફોર્મ અને નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogspot.com પરથી અથવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ ખાતેથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.ડી.મકવાણાની યાદીમાં જણાવાયું હતું.

Related posts

Leave a Comment