નિવાસી અધિક કલેકટર બી.વી.લીંબાસીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે અમલમાં મૂકવામાં આવેલ “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના હેઠળની જિલ્લા વ્યવસ્થાપન સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટર બી.વી.લીંબાસીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, એમ.એમ.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે ખાચર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.જસાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.આર.પરમાર, સામાજીક કાર્યકર્તા ચેતનાબેન શાહ અને શાંતાબેન ઝાલાની ઉપસ્થિતિમાં જિલ્લામાં મહિલા ઉપર થતા અત્યચારો અને હિંસાના કેસો ની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ આ પ્રકારના કેસોમાં “સખી”વન સ્ટોપ સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવેલ સેવાની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment