સખી મતદાન મથકે સખીઓ મતદાન કરવા આવી

હારે સખી મંગલ ગાઓ રે… મતદાન કરવા સાથે જાઓ રે…..

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     લોકસભાની ચૂંટણીને લઈને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ રૂપે ‘સખી મતદાન મથક’ ઉભાં કરવામાં આવ્યાં છે.

આ મતદાન મથક પર વેરાવળની સખીઓ પોતાની સખીના સંગાથે વહેલી સવારે મતદાન કરવા આવીને ‘હારે સખી મંગલ ગાઓ રે… મતદાન કરવા સાથે જાઓ રે…’ ની ભાવના ચરિતાર્થ કરી હતી.

લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે સખી મતદાન મથકો ઉપર સખીઓ વહેલી સવારથી જ પોતાની સખીઓ સાથે મતદાન કરવા આવી હતી. વેરાવળના સખી મતદાન મથક પર યાસ્મિનબેન કાઠી, સમિયાબેન કાઠી, સબનમબાનુ અને મુમતાજબેન સહિતની સખીઓ પોતાની બહેનપણીઓ સાથે મતદાન મતદાન મથક પર આવી મતદાન કરવા સાથે લોકશાહી પર્વમાં સહભાગી થઈ હતી.

Related posts

Leave a Comment