હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
જિલ્લા મહિલાઓ મતદારો બહોળી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરીને બહોળી સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લામાં ૨૮ સખી મતદાન મથક બનાવવામાં આવ્યાં છે.
સોલંકી નયનાબેનએ સખી મતદાન મથક પર મતદાન કરીને પોતાનો પ્રતિભાવ વર્ણવતા જણાવ્યુ હતુ.કે,ચૂંટણીપંચ દ્વારા મહિલાઓ માટે સખીમતદાન મથકની ઉભુ કરવામાં આવ્યુ છે.અહી મહિલાઓ સમાન સાડી પહેરીને સખી મતદાન મથકનુ સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરાયુ એ અમારા માટે ગર્વની બાબત છે.વધુમાં તેમણે લોકશાહિના પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને મતદાન કરવા અપિલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તમામ પોલિંગ સ્ટાફ ECI ના લોગોવાળા (ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ) બેઝ સાથે ફરજ બજાવી હતી. સખી મતદાન મથકો પર મતદાન સ્ટાફ તેમજ પોલીસ / સુરક્ષા કર્મચારીઓ સમગ્ર સ્ટાફ મહિલાઓ સંચાલિત છે.તેમજ મહિલા સશક્તિકરણની થીમને ધ્યાને રાખી પોસ્ટર્સ-બેનર્સ લગાવાયા છે તેમજ રંગોળી અને તોરણ બાંધીને મતદાન મથકોને શણગારવામાં આવ્યા છે.