ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવ્યાંગ મતદાન મથક ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 ગીર-સોમનાથ જિલ્લામાં ચુંટણી પંચની ગાઈડલાઈન અનુસાર અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.જે અંતર્ગત ચાર દિવ્યાંગ મથકો ઉભા કરાયા છે.

જિલ્લામાં વેરાવળ, રાખેજ, ઉના અને વેલણ ખાતે દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં મતદારો માટે અલગ લાઇન તેમજ સહાયક સાથે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. તેમજ દિવ્યાંગ મતદાન મથકના મતદારોને ધ્યાને રાખીને શણગારવામાં આવ્યું છે.

વેરાવળ મતદાન મથકે ભૌમિકભાઈ જોષીએ મતદાન કરીને ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ મતદાન મથકની વ્યવસ્થાઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, સુદ્રઢ વ્યવસ્થાઓના કારણે પાંચ મિનિટમાં વોટીગ પક્રિયા પૂર્ણ કરી છે. વધૂમાં નાગરીકોને બહોળી સંખ્યામાં બહાર આવીને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

દિવ્યાંગ મતદારોને મતદાન અંગેની માહિતી મળી રહે તે મુજબના સાઇન બોર્ડસ લગાવાયા. અને પોલીંગ સ્ટાફની મદદ માટે તથા મતદાનની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે વધારાના સ્ટાફની નિમણુંક પણ રાખવામાં આવ્યો છે. અને તમામ પોલિંગ સ્ટાફ સફેદ કલરના ટી શર્ટ તથા ECI ના લોગોવાળા (ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ) બેઝ સાથે ફરજ બજાવી રહ્યાં છે.

Related posts

Leave a Comment