જામનગર ખાતે ‘રોટરી ક્લબ સેનોરાસ’ અને ‘રોટરી ક્લબ એમોગોસ’ દ્વારા ગરીબ બાળકો ને સ્વેટર વિતરણ કર્યું

હિન્દ ન્યૂઝ, જામનગર

          જામનગર ખાતે ૧૦ જાન્યુઆરી નાં રોજ ‘રોટરી ક્લબ સેનોરાસ’ દ્વારા નાઘેડી વિલેજ નાં ભરવાડ વાડ નાં સ્લમ બાળકો ને સ્વેટર આપવા માં આવ્યા. ‘રોટરી ક્લબ સેનોરાસ’ નાં પ્રેસિડન્ટ ડો. પ્રવિણા સંતવાણી અવારનવાર સમાજ લક્ષી અને પ્રજાલક્ષી કામો કરે છે. આ હાડ થીજવતી ઠંડી માં પણ ડો. પ્રવિણા સંતવાણી તેમજ તેમની ટીમ નાં સદસ્ય જોડે અનેકોનેક કાર્યક્રમ કરી જરૂરિયાત વાળી ચીજ વસ્તુઓ માં વંચિત રહેલ બાળકોને પડખે ઉભા રહી માનવધર્મ નિભાવી ને પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

  પ્રેસિડન્ટ ડો. પ્રવિણા સંતવાણી અને રોટરી ક્લબ એમોગોસ નાં સેક્રેટરી મનસુખ ચૌહાણ અને સ્થાનિક રહેવાસી પરબતભાઇ એ પ્રોજેક્ટનાં આયોજન માં જહેમત ઉઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.

Related posts

Leave a Comment